કારની CNG ટેન્કમાં ખાનું બનાવી દારૂની બોટલો છુપાવી, પોલીસે 34 બોટલ પકડી પાડી‎

Spread the love

 

ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર દારૂની હેરાફેરીના કેસમાં કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.આરોપીએ પોતાની મારુતિ ઈકો ગાડીના સીએનજી ગેસ બાટલામાં ખાસ બનાવેલા ‘ચોરખાના’માં વિદેશી દારૂ છુપાવ્યો હતો.દારૂની હેરફેર માટેની આ ની મોડેસ ઓપરેન્ડી જોઇને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઇ હતી. સીએનજી ટેન્કમાં જ ખાસ ખાનુ દારૂની બોટલો રાખવા માટે બનાવવામાં આવ્યું હતું.પોલીસ સૂત્રો મુજબ, ચંદ્રાલા નાકા પોઈન્ટ પાસે નિયમિત વાહન ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી આવી રહેલી સફેદ રંગની મારુતિ ઈકો ગાડી (નંબર GJ-09-AW-0767)ને અટકાવવામાં આવી હતી.
ગાડીના ચાલકની પૂછપરછ કરતા તે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના નિઠવા ગામનો ગોવિંદ કાળુજી કલાલ હોવાનું સામે આવ્યું હતું.તપાસ દરમિયાન ગાડીની ડેકીમાં મૂકેલા રહેલા સીએનજી ટેન્કમાં શંકાસ્પદ ફેરફાર નજરે ચડતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.બાટલામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 34 સીલબંધ બોટલો તથા 19 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹44,780 ની કિંમતનો દારૂ અને બિયર, ₹2 લાખની કિંમતની મારુતિ ઈક્કો ગાડી તથા ₹5,000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹2,49,780 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચિલોડા પોલીસે આરોપી ગોવિંદ કલાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *