GJ-18 ખાતે રાવળદેવ સમાજનું પ્રથમ સ્નેહમિલન “શિવ મહોત્સવ” (મહાશિવરાત્રી) યોજાશે

Spread the love

સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં અનેક નવી ટેકનોલોજીની જાહેરાત

*****

GJ-18 ખાતે રાવળદેવ સમાજનું પ્રથમ સ્નેહમિલન “શિવ મહોત્સવ” (મહાશિવરાત્રી) યોજાશે

*****

કોઈના કરે શંકા, શિવ ના આવ્યા બંકા, વગાડશે ડમરુ ડંકા

******

ગુજરાતના રાવળ યોગી સમાજના તમામ ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં હાજર રહે અને જે સમાજની વસ્તી અને સમાજને હજુ સુધી રાજકીય કશું જ મળ્યું નથી ત્યારે એકતા નું પ્રતીક બતાવશે, અને સમાજના આગેવાનો જે ચિંતા સમાજની કરી રહ્યા છે તેમાં સહકાર આપવા પણ અપીલ કરી છે ત્યારે સંપર્ક સૂત્ર:: ૯૮૯૮૨૦૩૭૨૦, ૯૯૧૩૯૩૨૩૩૨, ૯૮૨૪૩૧૨૧૨૪, ૯૮૭૯૩૭૨૮૯૯, ૯૮૨૫૪૪૧૫૫૨, ૯૯૧૩૩૨૩૭૨૨, પર કોન્ટેક્ટ કરી શકાશે

રાજ્યમાં રાવળદેવ ની વસ્તી ૪૦ લાખથી વધારે છે, ત્યારે આ સમાજ આજે અનેક પ્રશ્નોથી વંચિત છે, શિક્ષણમાં અડધો ટકો પણ ભણેલા નહીં, જોવા જઈએ તો પછાત પણ હા તેમની પાસે મોટી શક્તિ તેમના આશીર્વાદ છે, રાવળદેવને ક્યારેય નારાજ ન કરાય, બાકી નાનો સમાજ પણ “છોટા પોકેટ બડા ધમાકા” જેવો છે, તેમના સમૂહ લગ્નમાં જે તૈયારીઓ અને મેનેજમેન્ટ છે તે કોઈ ના કરી શકે, તેમનું મેનેજમેન્ટ જોઈને તો અન્ય સમાજોએ ઝેરોક્ષ મારી છે, ત્યારે દરેક સમાજ પોત પોતાના ઈષ્ટદેવ અને મહાપુરુષનો
જન્મદિવસ હોય તો તિથિ પ્રમાણે ઉજવાતો હોય છે, તેવી જ રીતે ભોળાનાં ભગવાન એવા ભોલેનાથ, ભગવાન શિવજી, હર હર મહાદેવ, ભોલે શંકર ડમરું વાલે બાબા ના વંશજ અને માં જગદંબા જોગણી માતાજીના સંતાનો હોવાના નાતે સમગ્ર રાવળ સમાજ દર વર્ષે મહાશિવરાત્રી ના દિવસે શિવવંશી રાવળદેવ સમુદાયનો સ્નેહમિલન એટલે શિવ મહોત્સવ નો શુભારંભતારીખ ૧૫ ।રા ૨૦૨૬ (રવિવાર) બપોરે ત્રણ થી છ કલાકે અને સાંજે ભોજન પ્રસાદ ૬ થી ૮:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. રાવળ યોગી જોગી રાવળદેવ સમાજના નવયુવાન દીકરા દીકરીઓ માટે સગપણ વિવાહ અંગેની પ્રક્રિયાને સરળ પારદર્શક અને આધુનિક બનાવવા માટે સગપણ માટેની ઓનલાઇન×રાવળદેવ મૈત્રી મની મોબાઈલ એપ્લિકેશન નો શુભારંભ આ કાર્યક્રમમાં યોજાનાર છે, ત્યારે આ ઓનલાઇન પ્રક્રિયા સમાજ માટે ખૂબ જ ઝડપી ઉપયોગી થશે, જીવનસાથી યુવક યુવતીઓને ગૌતવા સરળ પડશે, ત્યારે આ પ્રસંગે સમાજના અગ્રણી હોદેદારો સભ્યો સૌ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *