અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર,એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર પી.વી.દેસાઇના માર્ગદર્શન આધારે પો.સ.ઈ.જે.બી.દેસાઇ ને મળેલ બાતમી હકિકત આધારે
તા.૧૧/૦૨/૨૦૨૬ ના રોજ અમદાવાદ શહેર સરદારનગર, નોબલનગર પ્રેમપ્રકાશ આશ્રમની સામે રોડ ઉપર જાહેરમાંથી આરોપી નં.(૧) ચેતન સ/ઓ સુભાષચન્દ્ર ઘનશ્યામજી પ્રજાપત, ઉ.વ.૨૮, ધંધો- મજુરી, રહે- ગુંજોલ, જુના પંચાયત ભવનની આગળ, દેરઘટા, તા.નાથદ્વારા, જી.રાજસમદ, રાજસ્થાન તથા આરોપી નં.(૨) જીયા ઉર્ફે જેશીકા ઉર્ફે આકાંક્ષા ડો/ઓ કાલુરામ રોડીરામજી પ્રજાપતી, ઉ.વ.૩૪, ધંધો-ઘરકામ, હાલ રહે-બી/૪૨, ઘનશ્યામનગર, કોતરપુર વોટર વર્ક્સની સામે, નોબલનગર, નરોડા, અમદાવાદ શહેર, મુળ વતન-નિમ્બાહેડા, કાચા છાપરામાં, તા.નિમ્બાહેડા, જી.ચિત્તોડ, રાજસ્થાન નાઓના સંયુકત કબ્જામાંથી વગરપાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો २२ કિલો ૭૮૦ ગ્રામ જેની કિ.રૂ.૭,૯૭,૩૦,૦૦૦/- તથા અન્ય ચિજ-વસ્તુ મળી કુલ કિ.રૂ. ૮,૦૧,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય તેઓની વિરૂધ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૬૦૦૪૧/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(બી)(૨)(સી),૨૩(બી), ૨૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ પોલીસ ઇન્સ્પેકટર વી.એચ.જોષીતરફ ડેપ્યુટ કરેલ છે.
આરોપીઓની મોડેસ ઓપરેન્ડી
આ કામના આરોપી જીયા ઉર્ફે જેશીકા ઉર્ફે આકાંક્ષા પ્રજાપતિ તથા તેનો પિતરાઇ ભાઇ ચેતન પ્રજાપત નાઓ રાજસ્થાનના જરૂરીયાતમંદ છોકરાઓને શોધીને વઘુ પૈસા કમાવવાની લાલચ આપીને થાઇલેન્ડ ખાતેથી હાઇબ્રિડ ગાંજાની ટ્રીપ માટે કેરીયર તૈયાર કરતા.બાદ આ કામના સહ આરોપી મિલન વઘાસીયા રહે.સુરત તથા અરમાન જોષી રહે.અમદાવાદ નાઓ કહેવા મુજબ તેઓને હાઇબ્રિડ ગાંજાની ટ્રીપ માટે કેરીયરને થાઇલેન્ડ મોકલવામાં આવતા હતા.જે એક ટ્રીપના આ કામના સહ આરોપી મિલન વઘાસીયા રહે.સુરત તથા અરમાન જોષી રહે.અમદાવાદ નાઓ જીયા ઉર્ફે જેશીકા ઉર્ફે આકાંક્ષા પ્રજાપતિ તથા તેનો પિતરાઇ ભાઇ ચેતન પ્રજાપત નાઓને રૂ.૧,૫૦,૦૦૦/- આપતા જેમા જીયા તથા તેનો ભાઇ ચેતન નાઓ કમિશન પેટે રૂ.૭૫૦૦૦/- રાખી લેતા હતા તેમજ બાકીના રૂ.૭૫,૦૦૦/- કેરીયરને આપતા હતા તેમજ એક કેરીયરને મોકલવાના ૭૫૦૦ થાઇ બાથ થાઇલેન્ડ ખાતે ખર્ચ પેટે આપતા જેમાંથી પણ જીયા તથા તેનો ભાઇ ચેતન કેરીયરને ૪૦૦૦ થાઇ બાથ ખર્ચ પેટે આપી બીજા બાથ પોતાની પાસે રાખી લેતા.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
(૧) પો.ઇન્સ. શ્રી પી.વી.દેસાઇ
(૨) પો.સ.ઇ. શ્રી જે.બી.દેસાઈ
(૩) એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ મંગળસિંહ
(૪) હે.કો. મુકેશભાઈ કાનાભાઈ
(૫) હે.કો. વિજેન્દ્ર ભવરલાલ
(૬) હે.કો. કલ્પેશભાઇ રણછોડભાઇ
(૭) હે.કો. મહેન્દ્રસિંહ બળવંતસિંહ
(૮) હે.કો. મનિષકુમાર શ્રીકિશનભાઇ
(૯) પો.કો. રાહુલસિંહ જીલૂભા
(૧૦) પો.કો. પરેશભાઇ વાલજીભાઇ
