વન્ય જીવનના અડધા શતકની ઉજવણી કૈરવ એન્જિનિયરે રજૂ કર્યું વાલ્મિક થાપરને સમર્પિત એક ઐતિહાસિક પ્રદર્શન અને પુસ્તક રણથંભોર – 50 આઇકોનિક યર્સ:12 થી 15 ફેબ્રુઆરીએ અમદાવાદના ’79 Stories’, રાજપથ રંગોલી રોડ બોડકદેવ ખાતે યોજાશે

Spread the love

આ પ્રદર્શન અને પુસ્તક સ્વ. વાલ્મિક થાપર (1952–2025) સાથેની અંતિમ અને ઐતિહાસિક સહયોગરૂપ રચના છે –જેમને ‘ભારતના ટાઈગર મેન’ તરીકે ઓળખવામાં આવે છે

અમદાવાદ

ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક વાઘ નિવાસસ્થાન રણથંભોરના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે, જાણીતા ફોટોગ્રાફર અને સંરક્ષણપ્રેમી કૈરવ એન્જિનિયર ‘રણથંભોર – 50 આઈકોનિક યર્સ’ નામે એક વિશેષ પુસ્તક અને અનોખું પ્રદર્શન રજૂ કરી રહ્યા છે.
આ કાર્યક્રમ 12 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન અમદાવાદના ’79 Stories’, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ ખાતે યોજાશે. આ પ્રદર્શન અને પુસ્તક સ્વ. વાલ્મિક થાપર (1952–2025) સાથેની અંતિમ અને ઐતિહાસિક સહયોગરૂપ રચના છે –જેમને ‘ભારતના ટાઈગર મેન’ તરીકે ઓળખવામાં આવે છે.

પુસ્તક: પાંચ દાયકાનો વૃશ્ય વારસો

1974માં સ્થાપિત થયેલા રણથંભોર નેશનલ પાર્કે 2024માં પોતાની સુવર્ણ જયંતી ઉજવી હતી. ‘રણથંભોર -50 આઇકોનિક યર્સ’ એ પાર્કના ઇતિહાસ, પરિવર્તન અને સંઘર્ષની એક અનોખી દૃશ્ય દસ્તાવેજી રચના છે.આ પુસ્તકમાં રણથંભોરના પ્રારંભિક, અનિશ્ચિત દિવસોથી લઈને આજના વૈશ્વિક સ્તરે ઓળખાતા ટાઈગર ટૂરિઝમ હબ સુધીની સફર દર્શાવવામાં આવી છે. કૈરવ એન્જિનિયરના કેમેરા દ્વારા કૅપ્ચર થયેલી તસવીરોમાં સર્જનાત્મકતા અને સંરક્ષણની ગંભીરતા બંનેનું સંતુલન જોવા મળે છે.આ પુસ્તક પરંપરાગત સમયક્રમ મુજબ રચાયેલું નથી. વાલ્મિક થાપરની વિચારધારાને અનુસરીને, તેને એક એવી સફારી તરીકે ગોઠવવામાં આવ્યું છે જેમાં દરેક પાનું એક નવી શોધ અને અચાનક સૌંદર્ય લઈને આવે છે.
આ સામૂહિક શ્રદ્ધાંજલિમાં ભારત અને વિદેશના 130થી વધુ ફોટોગ્રાફરોનું યોગદાન સામેલ છે, જે રણથંભોરના પાંચ દાયકાના ઇતિહાસને વિવિધ વૃષ્ટિકોણોથી રજૂ કરે છે.

પ્રદર્શન: જ્યાં ઇતિહાસ અને વન્ય જીવન મળે

આ પ્રદર્શન પરંપરાગત પુસ્તક લોન્ચને એક જીવંત અનુભવમાં રૂપાંતરિત કરે છે અને બે માળમાં ફેલાયેલું છે.

ગ્રાઉન્ડ ફ્લોર: અહીં મુલાકાતીઓને મુઘલ યુગથી લઈને આજના સમય સુધી રણથંભોરના વિકાસની યાત્રા પર લઈ જવાશે. આ વિભાગમાં ઐતિહાસિક નકશા, જૂના દસ્તાવેજો અને દુર્લભ ચિત્રો દ્વારા ‘અર્લી વાઈલ્ડલાઈફ’ યુગને રજૂ કરવામાં આવ્યો છે જ્યાં માનવ અને વાઘ રણથંભોર કિલ્લાના અવશેષોમાં સાથે જીવતા હતા. –

ટાઈમલાઈન વિભાગ: લખાણ આધારિત આ વિભાગ વન્યજીવનના મહત્વના માઈલસ્ટોનને જીવંત સમયરેખા તરીકે રજૂ કરે છે.

પ્રથમ માળ: આ માળ સંપૂર્ણપણે જંગલની અદભુત સુંદરતાને સમર્પિત છે. મોટા ફોર્મેટની તસવીરો, લાઈટબોક્સ અને ઇન્સ્ટોલેશન્સ દ્વારા રણથંભોરનું દૃશ્ય વૈભવ રજૂ થાય છે. છેલ્લા 50 વર્ષોમાં રણથંભોરમાં ફોટોગ્રાફી કરનાર વિશાળ સમુદાયમાંથી એકત્રિત તસવીરો આ પ્રદર્શનને વિશેષ બનાવે છે.સંરક્ષણ માટે સમર્પિત હેતુ
આ પ્રોજેક્ટની ભાવનાને અનુરૂપ, પુસ્તક અને પ્રદર્શનમાંથી મળનાર તમામ આવક ટાઈગર વોચને દાન કરવામાં આવશે — જે વાલ્મિક થાપરની પસંદગીની સંસ્થા હતી. આ રકમનો ઉપયોગ એન્ટી-પોચિંગ કામગીરી અને જંગલના વાસ્તવિક રક્ષક એવા ફ્રન્ટલાઈન ફોરેસ્ટ ગાર્ડ્સના કલ્યાણ માટે કરવામાં આવશે.

લેખકો વિશે

કૈરવ એન્જિનિયર એસ્ટ્રલ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અગ્રણી સંરક્ષણપ્રેમી તરીકે ઓળખાતા કૈરવ એન્જિનિયર વિવિધ ઉકેલો અને વન્યજીવન સંરક્ષણને એકસાથે જોડવા માટે જાણીતા છે. એસ્ટ્રલ ફાઉન્ડેશન મારફતે તેમણે સોલર વોટરહોલ્સ, ઝડપી પ્રતિસાદ પેટ્રોલિંગ સિસ્ટમ્સ જેવી અનેક પહેલો દ્વારા ભારતભરમાં વન્યજીવોના નિવાસસ્થાનોનું પુનર્જીવન કર્યું છે.

વાલ્મિક થાપર (1952–2025) વિશ્વવિખ્યાત સંરક્ષણવિદ અને 40થી વધુ પુસ્તકોના લેખક વાલ્મિક થાપરે રણથંભોરના વાઘો માટે જીવન સમર્પિત કર્યું હતું. તેમની કામગીરીએ ભારતીય વન્યજીવન નીતિ અને વૈશ્વિક સંરક્ષણ જાગૃતિને નવી દિશા આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *