મોબાઈલ એપ્લિકેશનના ત્રાસ અને કામના ભારણથી કંટાળેલી બહેનોની હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માંગ

Spread the love

 

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ મોટી એકઠા થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં બહેનોએ સરકાર દ્વારા લાદવામાં આવતા ઓનલાઈન કામના બોજ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ મોટી એકઠા થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે વધુ એક વખત ધરણા પ્રદર્શન યોજ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન આંગણવાડી બહેનોએ રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા અવારનવાર નવી નવી મોબાઈલ એપ્લિકેશનો દાખલ કરવામાં આવે છે. આ એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી અને બાળકોની હાજરી પૂરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
એમાંય નબળા મોબાઈલ નેટવર્કના કારણે કામગીરી સમયસર પૂર્ણ થતી નથી. જેના કારણે કાર્યકરોની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે. સતત ઓનલાઈન રહેવાના દબાણથી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહેનોએ માંગ કરી છે કે, હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીઓના હિતમાં જે આદેશો આપવામાં આવ્યા છે તેનું સરકાર દ્વારા તાત્કાલિક અને અક્ષરશઃ પાલન કરવામાં આવે.સંગઠન દ્વારા અગાઉ પણ પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે, રાષ્ટ્રીય વ્યાપી કાર્યક્રમના ભાગરૂપે બહેનો કામથી અળગી રહેશે. અમારી માંગણી છેકે, સરકાર વારંવાર બદલાતી જટિલ મોબાઈલ એપ્લિકેશનોમાંથી મુક્તિ આપવી. મોબાઈલ અને નેટવર્કની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું. ઉપરાંત હાઈકોર્ટના આદેશ મુજબ કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવા તેમજ વધારાની કામગીરી અને ડેટા એન્ટ્રીના માનસિક ભારણને ઓછું કરવું. જો સરકાર દ્વારા તેમની માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ આક્રમક બનાવવાની ચીમકી પણ સંગઠન દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *