માણસા શહેરની હરિકુંજ બંગલો સોસાયટીમાં પાણીની સમસ્યા યથાવત્

Spread the love

 

માણસા શહેરના ઇટાદરા રોડ પર આવેલા હરિકુંજ બંગલો વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી મળતું નથી. પાઇપલાઇન બ્લોક થતાં નળ સૂકા પડી ગયા છે અને નગરપાલિકા દ્વારા ખાડા ખોદ્યા છતાં સમસ્યા હલ થઈ નથી. પરિણામે લોકોને પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે. વિસ્તારમાં પાણીની લાઇનમાં ખામી આવતા નિયમિત પુરવઠો બંધ થઈ ગયો છે. નગરપાલિકાએ લાઇન શોધવા અને મરામત માટે કેટલીક જગ્યાએ ખોદકામ કર્યું હતું, પરંતુ હજી સુધી પાણી શરૂ થઈ શક્યું નથી. રસ્તા પર ખોદાયેલા ખાડાઓને કારણે વાહનોને અવર -જવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. પાણી માટે લોકો હવે ખાનગી ટેન્કર પર આધાર રાખી રહ્યા છે. રોજિંદા ઉપયોગ માટે પાણી ભેગું કરવું પડતું હોવાથી ઘરગથ્થુ કામકાજ પર પણ અસર પડી રહી છે. વિસ્તારના લોકો ઇચ્છે છે કે તંત્ર ઝડપથી કાયમી ઉકેલ લાવે અને નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *