કલોલ DySP કચેરીમાં રોફ મારનાર શખ્સ બોગસ પીએસઆઇ નીકળ્યો

Spread the love

 

કલોલ ખાતેની ડીવાયએસપી કચેરીમાં સવારના સમયે એક યુવક આવ્યો હતો અને તેણે હાજર અધિકારીને તેણે ગુંજન હિરેનભાઈ કાંટિયા તરીકે પોતાની ઓળખ આપી હતી અને પોતે એનઆઇએમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવીને પોતાનું આઈકાર્ડ રજૂ કર્યું હતું. ત્યારે ફરજ પરના અધિકારીને આઈકાર્ડ શંકાસ્પદ જણાઇ આવ્યુ હતું. જેથી કાર્ડની તપાસ કરાતા માલુમ પડ્યું હતું કે આઈકાર્ડ નકલી છે.પોલીસ અધિકારીનું બોગસ આઇકાર્ડ લઇને આવેલો શખ્સ સેક્ટર 3-બીમાં રહેતો ગુંજન હિરેનભાઈ કાંટિયા હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે તેના કરતુતો અંગે વધુ તપાસ હાથ ધરતા ગુંજન સામે અનેક ગુનો નોંધાયેલા હોવાનું જણાઇ આવતા રોફ મારવાનો તેનો ફાંકો ઉતરી ગયો હતો.ગુંજન નકલી પીએસઆઇ બનીને આવ્યો હોવાથી પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને પૂછતા જ કરતા તે પોલીસ આગળ ભાંગી પડ્યો હતો અને વટાણા વેરી નાખ્યા હતા. તેણે પોલીસને જણાવ્યું હતું કે આઈકાર્ડ નકલી છે અને પોતે નકલી પીએસઆઇ બનીને સરકારી કચેરીઓમાં રોક મારતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા નકલી પીએસઆઇ અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં નકલી પીએસઆઇ બનીને ગયો હતો. ત્યાં પણ તે પકડાયો હતો અને તેની સામે ગુનો દાખલ થયો હતો. તેમજ પેથાપુર પોલીસ મથકમાં તેની સામે છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *