
વડોદરા શહેર પોલીસમાં લાંબા સમય બાદ એક સાથે 9 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરીક બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી શહેર પોલીસમાં બદલીઓની રાહ જોવાઇ રહીં હતી. તેવામાં આજરોજ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે 9 પી.આઇ અને 11 પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરતા પોલીસ બેડામા ખળભળાટ મચી ગયો હતો.
9 પી.આઇની આંતરીક બદલીઃ
1) પી.સી.બીના ઇન્સ્પેકટર પી.એમ ધાખડાને મીસીંગ સેલ
2) પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસાવાને વારસીયાથી ટ્રાફિક શાખા (પૂર્વ)
3) પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જી મકવાણાને વારસીયા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પી.આઇ
4) પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ પરમારને જવાહરનગરથી સાયબર ક્રાઇમ
5) પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી પટેલ સેકન્ડ પી.આઇ પાણીગેટથી જવાહરનગર
6) પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી ચૌધરી લક્ષ્મીપુરાથી મહિલા પોલીસ સ્ટેશન
7) પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ. જોષીને મહિલા પોલીસ સ્ટેશનથી મકરપુરા સેકન્ડ પી.આઇ
8) પોલીસ ઇન્સ્પેક્ટર ગાયત્રી રાજપુત મકરપુરા સેકન્ડ પી.આઇથી લક્ષ્મીપુરા
9) પોલીસ ઇન્સ્પેકટર એન.જી જાડેજાને ડીસીબીથી પાણીગેટ સેકન્ડ પી.આઇ
11 પોલીસ કર્મચારીઓની પણ બદલીઃ
1) હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ નારણસિંહની એસ.ઓ.જીથી માંજલપુર પોલીસ સ્ટેશન
2) હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રણમલસિંહની એસ.ઓ.જીથી પાણીગેટ
3) અ. હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર લોટનની એસ.ઓ.જીથી જવાહરનગર
4) અ. હેડ કોન્સ્ટેબલ મોહમદ હસન મોહમદ હનીફની એસ.ઓ.જીથી નંદેસરી
5) એ.એસ.આઇ દિપેશ નરેશસિંઘની પીસીબીથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ
6) એ.એસ.આઇ દેવેન્દ્ર ચંદ્રકાંતની પીસીબીથી કારેલીબાગ
7) એ.એસ.આઇ સંજય અવનિંદ્રભાઇની પીસીબીથી રાવપુરા
8) અ. પોલીસ કોન્સ્ટેબલ દિનેશ ફુલાભાઇની પીસીબીથી મકરપુરા
9) એ.એસ.આઇ હિતેષભાઇ ભીખાભાઇની પીસીબી (એટેચ)થી બાપોદ
10) અ. હેડ કોન્સ્ટેબલ હેમંતકુમાર વિનાયકભાઇ પીસીબીથી જે.પી રોડ
11) એ.એસ.આઇ અરવિંદ કેશવરાવની પીસીબીથી માંજલપુર