
રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મહત્વનો નિર્ણય લઈને કુલ 47 અધિકારીઓને બઢતી આપી છે. મહેસૂલ વિભાગના 24 મામલતદાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના 23 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ને ઉચ્ચ પગારધોરણમાં બઢતી આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આ અધિકારીઓની બદલી કરવામાં આવી નથી, પરંતુ તેઓ હાલ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, ત્યાં જ યથાવત રાખવામાં આવ્યા છે.મહેસૂલ વિભાગના આદેશ મુજબ રાજ્ય વહીવટી સેવા (જુનિયર સ્કેલ)ના મામલતદારોને સિનિયર સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે પગારધોરણમાં વધારો થશે અને જવાબદારીઓમાં પણ વધારો થવાનો છે. તે જ રીતે, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના તાલુકા વિકાસ અધિકારીઓને પણ ઉચ્ચ પગારધોરણ (લેવલ-10)માં ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. આ બઢતી તેમને તેમની વર્તમાન જગ્યાએ જ આપવામાં આવી હોવાથી પ્રશાસનિક સ્થિરતા જળવાઈ રહેશે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે બઢતી મેળવનાર તમામ અધિકારીઓ પોતાના હાલના કાર્યસ્થળે જ ફરજ બજાવશે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને અધિકારીઓને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. જે 47 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેઓના નામની યાદી નીચે મુજબ છે.



