
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રુંગટા ઑસ્ટ્રિયા નામની બિલ્ડીંગ નીચે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં આગના ગોટેગોટા દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હિરાનગરી સુરતમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે બપોરના સમયે શહેરના પોશ ગણાતા એવા અણુવ્રત દ્વાર વિસ્તારમાં નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
મળતી માહિતી પ્રમાણે અનુસાર, અણુવ્રત દ્વાર પાસે આવેલી નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પાછળના ખુલ્લા પરિસરમાં મોટી માત્રામાં કચરો અને અન્ય બિનઉપયોગી સામાન પડેલો હતો. આજે અચાનક આ કચરાના ઢગલામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જો જોતામાં આગે વિકરાલ સ્વરુપ ધારણ કર્યું હતું અને તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી.નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કામદારો આગ જોઈને પોતાનો જીવ બચાવી ભાગીને બહાર આવ્યા હતાં.જોકે હજુ સુધી આ આગમાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી.
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવીને આગ પર કાબૂ મેળવવા માટે ચારે બાજુથી પાણીનો મારો (વોટર કેનન) ચલાવવાનું શરૂ કર્યું હતું. બે ફાયર સ્ટેશનની 6થી વધુ ગાડીઓ દ્વારા આગને કાબુમાં લીધી હતી. હવે ફાયરબ્રિગેડની ભારે જહમદ બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુ બધે ધુમાડો જ ધુમાડો જોવા મળ્યો હતો, રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.