25 લાખથી વધુ કિંમતનું વિદેશી ચલણ જપ્ત

Spread the love

DRI તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ SVPI એરપોર્ટ, અમદાવાદથી ફ્લાઇટ SG-15 દ્વારા દુબઈ જઈ રહેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. મુસાફરના સામાનની તપાસ અને વ્યક્તિગત તલાશી લેતા તેની ટ્રોલી બેગ, કેરી બેગ અને તેણે પહેરેલા ટ્રાઉઝરના ખિસ્સામાંથી 100 USD મૂલ્યની કુલ 288 ચલણી નોટો, જે દરેકની કિંમત 28,800 USD હતી તે મળી આવી હતી.અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હમણાંથી હેરાફેરીની ઘટનાઓ વધતી જાય છે. તેને ધ્યાનમાં લઈને કસ્ટમ વિભાગના અધિકારીઓ મુસાફરો પર બાજનજર રાખી રહ્યાં છે.તાજેતરમાં કસ્ટમ વિભાગે ગાંજાનો જથ્થા સહિત સોનાની લગડી વગેરે કબજે કર્યા હતા. ત્યાં વળી ડી. આર.આઈ. તરફથી મળેલી માહિતીના આધારે મુસાફરને રોકીને તપાસ કરતા વિદેશી ચલણ- 28,800 USD મળી આવ્યા હતા. જે કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ₹25,81,920/- મૂલ્યની વિદેશી ચલણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *