
રાજ્ય પોલીસ ભરતી પ્રક્રિયામાં ફરી એક વખત સખતાઈ જોવા મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વિવિધ પોસ્ટ માટે આવેલી કુલ 1328 અરજીઓ રદ્દ કરવામાં આવી છે. તેમાં ફી ન ભરવાના અને એકથી વધુ અરજી કરવાના કેસો મુખ્ય કારણ તરીકે સામે આવ્યા છે.
ભરતી બોર્ડના જણાવ્યા મુજબ 450 અરજીઓ ફી ન ભરવાના કારણે રદ્દ કરવામાં આવી છે, જ્યારે 878 અરજીઓ એકથી વધુ ફોર્મ ભરવાના કારણે નામંજૂર કરવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનુસાર કામગીરી જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફી ભર્યા વગરની અરજીઓનું વર્ગીકરણ:
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર – 305
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) – 101
હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) – 44
એકથી વધુ અરજી કરનાર ઉમેદવારો:
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર – 612
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) – 149
હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) – 117
ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેક્નિકલ ઓપરેટર માટે સૌથી વધુ અરજીઓ રદ્દ થઈ છે, જે દર્શાવે છે કે ઉમેદવારોમાં આ પોસ્ટ માટે ભારે સ્પર્ધા છે.
ભરતી બોર્ડે ઉમેદવારોને સૂચના આપી છે કે, તેઓ અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચે અને નિયમોનું પાલન કરે. આગામી તબક્કાની પરીક્ષા માટે માન્ય અરજીઓ જ સ્વીકારવામાં આવશે.