કચ્છમાં રમતગમતનો મેગા પ્રોજેક્ટ : અદાણી ગ્રુપ કોટેશ્વરમાં ઊભી કરશે સ્પોર્ટ્સ યુનિવર્સિટી

Spread the love

 

ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે મોટું રોકાણ થવા જઈ રહ્યું છે. Adani Group દ્વારા કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવાની યોજના પર કામ શરૂ કરાયું છે. આ સંદર્ભે રાજેશ અદાણી એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રાથમિક ચર્ચામાં યુનિવર્સિટી માટે જરૂરી જમીન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ સુવિધાઓ અને રમતવીરોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે માટેના આયોજન પર વિચારણા કરવામાં આવી.મળતી માહિતી મુજબ, પ્રસ્તાવિત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ રમતો માટે ખાસ અકાદમી, હાઇ-પરફોર્મન્સ સેન્ટર, સ્પોર્ટ્સ સાયન્સ અને રિસર્ચ સુવિધા, તેમજ ખેલાડીઓ માટે રહેઠાણ અને ટ્રેનિંગ કેમ્પસ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સશક્ત પ્લેટફોર્મ મળશે.રાજ્ય સરકાર અને અદાણી ગ્રુપ વચ્ચેની આ પહેલને કારણે કચ્છમાં રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે રમતગમત ક્ષેત્રે ગુજરાતની ઓળખ વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *