RTO લાઈસન્સ કઢાવવામાં હવે પોલંપોલ નહીં ચાલે: રાજકોટમાં ડ્રાઈવીંગ ટેસ્ટ માટે AI આધારિત ટ્રેક તૈયાર

Spread the love

 

રાજકોટ RTO કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે. જેને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક થઈ શકશે.અન્ડર ગ્રાઉન્ડ સેન્સર અને પાવર બેકઅપની સુવિધા હોવાથી વાવાઝોડા કે વરસાદ સમયે તેમજ વિજળી ગૂલ થઈ ગઈ હશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે. નવા ટ્રેકમાં વાહન ચાલકોને કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે તેની તમામ વિગતો વીડિયોના માધ્યમથી

રાજકોટના આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાકે જણાવ્યું હતું કે, RTOનો નવો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે. જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વ્યક્તિ ફેઈલ થાય તો તે પણ રિઝલ્ટમાં જણાવવામાં આવે છે. નવા ટ્રેકમાં ટેસ્ટ આપતા પહેલા ફરજિયાત વીડિયો જોવાનો રહેશે. જેથી વ્યક્તિ સરળતાથી સમજી શકશે કે કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની છે અને કેટલો સમય આ ટેસ્ટ માટે આપવામાં આવે છે.
RTOના જૂના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં 4 CCTV કેમેરા છે. જ્યારે નવા ટ્રેકમાં 17 AI કેમેરા હશે. જે 360 ડિગ્રી ફરી શકશે. જેથી જો વ્યક્તિ ટેસ્ટમાં નાપાસ થાય તો તે બતાવે છે. જેથી બીજી વખત વ્યક્તિ જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપે ત્યારે તે બાબતોનું ધ્યાન રાખી શકે.રાજકોટમાં દરરોજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર તેમજ હેવી વ્હીકલ મળી 500 જેટલા અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે. આ AI ટ્રેક હોવાથી ઓટોમેટિક હશે. જેમાં પાવર બેકઅપ પણ હશે. જેથી લાઈટ નહીં હોય તો પણ સર્વર બંધ નહીં થાય. ચોમાસામાં વરસાદમાં વાયરીંગને કોઈ નુકશાન નહીં થાય કારણકે અંડર ગ્રાઉન્ડ વાયરિંગથી સેન્સર મૂકવામાં આવ્યા છે. જેથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાની સમસ્યા નહીવત થઈ જશે. મહત્વની વાત એ છે કે રાજકોટ સહિત રાજ્યભરમાં 31 ડિસેમ્બર, 2017 બાદ ટ્રેક મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવેલો નથી એટલે કે છેલ્લા 7 વર્ષથી ટ્રેકના મેન્ટેનન્સ માટે કોઈ ટેકનિકલ વ્યક્તિ જ નથી. જે તે વખતે ટ્રેક મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ સિલ્વર ટચ નામની કંપનીને આપવામાં આવ્યો હતો જોકે બાદમાં આ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવતા વારંવાર ટેકનિકલ ખામીઓને કારણે ટ્રેક બંધ થઈ જાય છે.
રાજકોટ આરટીઓની જો વાત કરવામાં આવે તો અહીં ટ્રેક મેન્ટેનન્સ માટે કોઈ જ ટેકનિકલ વ્યક્તિ ન હોવાને કારણે સવાર અને સાંજ એમ 2 સિફ્ટમાં મોટર વ્હિકલ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ RTO કચેરી ખાતે ફોર વ્હીલર ટ્રેક પર 5 RFID ( રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે જ્યારે ઢાળ, પાર્કિંગ, ઇંગલિશ 8, રિવર્સ અને કેપ્ચર એમ 5 કેમેરા છે. જ્યારે ટુ વ્હીલર ટ્રેક પર 2 RFID સેન્સર છે અને કેપ્ચર અને ટેસ્ટ લેવા માટેના એમ 2 કેમેરા છે.આ કેમેરા 13 વર્ષ જૂના છે. જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં વિઝ્યુલીટી નબળી આવે છે અને જ્યારે કેમેરા બંધ થઈ જાય ત્યારબાદ તેને ચાલુ કરી સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ કેમેરા રીપેર કરવા માટે સ્થાનિક સોર્સ ન હોવાથી બહારથી ટેકનિકલ વ્યક્તિઓને રીપેર કરાવવા માટે બોલાવવા પડે છે જે પણ એક સમસ્યા છે. જેથી અંદાજે એક મહિના બાદ AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થતાં સંપૂર્ણ સમષ્યાનો અંત આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *