સામાન્ય નાગરીકોને પોર્ટર કંપનીમાં ઉચા ભાડે વાહન મુકવાની લાલચ આપી, વાહનો મેળવી, ગીરો પેટે વેચી છેતરપીંડી વિશ્વાસધાત કરનાર આરોપીને પકડતી સરખેજ પોલીસ સ્ટેશન ટીમ

Spread the love

અમદાવાદ

ગઇ તારીખ ૧૫/૦૨/૨૦૨૫ ના રોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદીશ્રી ઉકડભાઈ ગેલાભાઇ મુંધવા નાઓને આપી ફરીયાદ આપેલ કે, ઇકબાલભાઇ રહિમભાઇ સિપાઇ નાઓએ તેઓની પાસે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ છે. અને પોર્ટર કંપનીમાં એક માલ વાહક ગાડીના માસીક ભાડા રૂપિયા.૨૭,૦૦૦/- પેટે મળશે તેવો પાકો વિશ્વાસ અને ભરોસો આપી ફરીયાદી તથા તેના ઓળખીતાના અલગ અલગ માલવાહક વાહનો જે એક વાહનની આશરે કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ગણી કુલ્લે.૧૨ વાહનો જેની આશરે કિ.રૂ.૧૮,૦૦,૦૦૦/- ગણી શકાય તે માલ વાહક વાહનો ફરીયાદી પાસે થી મેળવી લઇ આરોપી ઇકબાલભાઇ રહિમભાઇ સિપાઇ નાઓએ પોર્ટર કંપનીમા ભાડે નહી આપી. તેમજ વિશ્વાસ અપાવેલ એ મુજબના ભાડા નહી આપી અને વાહનો માંગતા પરત નહી આપી. ફરીયાદીશ્રીની જાણ બહાર કોઇ પણ પ્રકારની લેખીત સહમતિ મેળવ્યા વગર ફરીયાદીશ્રી તથા તેમના ઓળખીતાના વાહનો અન્ય વ્યક્તિઓને ગીરો પેટે વેચાણે આપી દઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય. જે બાબતે સરખેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૮૨૫૦૦૯૧/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સહિતાની કમલ.૩૧૬(૨), ૩૧૮(૨), મુજબ ગુનો રજીસ્ટર કરવામા આવેલ હોય અને જેની આગળની તપાસ પો.સ.ઇ એ.આર.બોળીયા નાઓ ચલાવી રહ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા  અધિક પોલીસ કમિશ્નર સેક્ટર- ૧ તથા  નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૦૭ તથા મ.પો.કમિ. એમ ” ડીવીઝનની સુચના તથા સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એ.ગોહિલ તથા સર્વેલન્સ સ્કોડ પો.સ.ઈ. એ.આર.બોળીયાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓની ટીમ બનાવી આરોપી ઇકબાલભાઇ રહિમભાઇ સિપાઇ ઉ.વ.૩૭ ધંધો.ડ્રાઇવર રહે.કશીસ રો હાઉસ, મસ્તાન મસ્જીદ, સમા સ્કુલની પાસે, ફતેવાડી વેજલપુર અમદાવાદનાને હસ્તગત કરી પુછ પરછ કરતા આરોપીએ પોર્ટર કંપનીમા વાહનો મુકવાની લાલચ આપી છેતરપીંડી કરવાના એમ.ઓ થી આજદ્દીન સુધી આશરે ૩૦ જેટલા નાના મોટા માલવાહક વાહનો સામાન્ય નાગરીકો પાસે થી મેળવી ગીરો પેટે વેચાણે આપી દિધેલ હોવાની કબુલાત આપેલ હોય, જે કબુલાત આધારે પોલીસ ઇન્સપેકટર એસ .એ.ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પો.સ.ઈ. એ.આર.બોળીયાએ સદર છેતરપીંડીએ ગયેલ વાહનો જેના માલીકોની રોજગારી સદર વાહનો પર ટકી રહેલી જેથી વાહનો શોધી કાઢવા ત્વરીત અસરથી સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સામાન્ય નાગરીકોના નાના મોટા માલવાહન વાહનો કુલ્લ નંગ.૧૭ જેની કુલ્લે કિ.રૂપિયા આશરે ૨૬,૫૦,૦૦૦/- (છવ્વીસ લાખ પચાસ હજાર) ગણી શકાય તે ગણતરીના સમયમાં શોધી કાઢી કબ્જે કરી તથા કાયદેસર કાર્યવાહી હાથ ધરી પ્રશંનીય કામગીરી કરેલ છે. બાકીના અન્ય વાહનો શોધી કાઢવા તપાસ તજવિજ ચાલુ છે.

પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :-

ઇકબાલભાઇ રહિમભાઇ સિપાઇ ઉ.વ.૩૭ ધંધો.ડ્રાઇવર રહે.કશીસ રો હાઉસ, મસ્તાન મસ્જીદ, સમા સ્કુલની પાસે, ફતેવાડી વેજલપુર અમદાવાદ શહર.

કબ્જે કરેલ મુદ્દામાલ

નાના મોટા માલવાહન વાહનો કુલ્લ નંગ.૧૭ જેની કુલ્લે કિ.રૂપિયા આશરે ૨૬,૫૦,000/- (છવ્વીસ લાખ પચાસ હજાર) ગણી શકાય તે મુદ્દામાલ

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એ.ગોહિલ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર.બોળીયા સર્વેલન્સ સ્કોડ

અ.હે.કો સાજીદખાન નજીમખાન બ.નં.૪૦૧૨

અ.પો.કો મયુરસિંહ પ્રવિણસિંહ બ.નં.૫૦૦૬

અ.હે.કો વિક્રમસિંહ જીલુભા બ.નં.૪૫૮૭

અ.પો.કો લલીતભાઇ ઉકાભાઈ બ.નં.૩૦૦૧

અ.પો.કો અનિરુધ્ધસિંહ ભરતભાઇ બ.નં.૧૨૧૫૦

અ.પો.કો મહેશભાઇ ગોરધનભાઇ બ.નં.૪૬૩૭

અ.પો.કો કુલદીપસિંહ ગજેન્દ્રસિંહ બ.નં.૧૧૭૮૮

અ.પો.કો જયરાજસિંહ ગંભીરસિંહ બ.નં.૧૧૭૩૩

અ.પો.કો રવિરાજસિંહ રણજીતસિંહ બ.નં.૪૬૪૬

અ.પો.કો જીવણભાઇ રૂખડભાઇ બ.નં.૫૪૪૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *