અમદાવાદ
નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, અમદાવાદે JEE મેઈન 2026 સેશન-1 ના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અમદાવાદ સેન્ટરે અદભૂત પ્રદર્શન નોંધાવ્યું, જેમાં સાન્વી પાટીદાર 275 માર્ક્સ સાથે ગણિતમાં 100 પર્સેન્ટાઇલ મેળવી City Rank-1 હાંસલ કરી અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું.
નારાયણા અમદાવાદ સેન્ટરના મુખ્ય હાઇલાઇટ્સ:
8 વિદ્યાર્થીઓએ 99.9+ પર્સેન્ટાઇલ હાંસલ કર્યા
25 વિદ્યાર્થીઓએ 99+ પર્સેન્ટાઇલ પાર કર્યું
36 વિદ્યાર્થીઓએ 98+ પર્સેન્ટાઇલ મેળવ્યા
નારાયણા સુરત સેન્ટરના પરિણામો:
4 વિદ્યાર્થીઓએ 99.9+ પર્સેન્ટાઇલ હાંસલ કર્યા
25 વિદ્યાર્થીઓએ 99+ પર્સેન્ટાઇલ મેળવ્યા
41 વિદ્યાર્થીઓએ 98+ પર્સેન્ટાઇલથી વધુ સ્કોર કર્યા
નારાયણાના ભારત ભર ના પરિણામ હાઇલાઇટ્સ:
100 પર્સેન્ટાઇલ મેળવનાર: વિવાન શરદ મહિશ્વરી (તેલંગાણા), માધવ વિરડિયા (મહારાષ્ટ્ર) અને નરેન્દ્રબાબુ ગરી મહિત (આંધ્ર પ્રદેશ)
5 રાજ્યમાં સ્ટેટ ટોપર્સ: તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ગોવા
99.9 પર્સેન્ટાઇલ રેન્જમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ


