ખાણ ખનિજના વધુ એક મહિલા અધિકારી પર ડમ્પર ચઢાવાની કોશિશ

Spread the love

 

 

ગાંધીનગરમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓએ વધુ એક વખત હત્યાનાં ઇરાદે સરકારી ફરજ પરના અધિકારીઓ પર ડમ્પર ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પિપળજ ચેકપોસ્ટ પર સાદી રેતી ભરેલા ડમ્પરને રોકવા ગયેલા ખાણ ખનિજ વિભાગના મહિલા અધિકારી અને સ્ટાફ પર ડમ્પર ચઢાવી જીવલેણ હુમલાનો પ્રયાસ કરાયો છતાં નાટ્યાત્મક રીતે નિર્ભય બની ગેંગનો મુખ્ય સૂત્રધાર પેથાપુર પોલીસ મથકે વાહનો સાથે હાજર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ચાલકે પુરઝડપે ડમ્પર ચઢાવાની કોશિશ કરી ઘટનાની વિગતો મુજબ ગાંધીનગર મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નવ્યા સુધીશ અને તેમનો સ્ટાફ પિપળજ ચેકપોસ્ટ પર ફરજ પર હતા. તે દરમિયાન નંબર પ્લેટ વગરનું એક શંકાસ્પદ ડમ્પર ત્યાંથી પસાર થતા તેને ટીમ દ્વારા રોકવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ડમ્પર ચાલકે વાહન ઊભું રાખવાને બદલે પુરઝડપે હંકારી દીધું હતું.

અધિકારીને ફિલ્મી ઢબે ડમ્પરનો પીછો કર્યો જેના પગલે મહિલા અધિકારી સહિતની ટીમે સરકારી ગાડીમાં ડમ્પરનો પીછો શરૂ કર્યો હતો. જેની જાણ થતા કચેરીએથી મહિલા રોયલ્ટી ઇન્સ્પેકટર મેહુલા પણ ટીમ સાથે રવાના થયા હતા. તે દરમ્યાન ક-7 નજીક ડમ્પ૨ ચાલકે ડમ્પરમાંથી આશરે 60 મેટ્રીક ટન રેતી રસ્તા ઉપર હાઇડ્રોલીક ઉંચુ કરી ખાલી કરી ડમ્પરને રાંધેજા તરફ હંકારી મૂક્યું હતું.

હત્યાના ઇરાદે સરકારી ગાડીને ટક્કર મારવાનો પ્રયાસ જેના પગલે બીજી એક ટીમ સરકારી ગાડીમાં ડમ્પરને રોકવાના પ્રયાસમા સંધેજા ખાતે પહોંચ્યું હતું. તે વખતે ડમ્પર ચાલક દ્વારા હત્યાના ઇરાદે સરકારી ગાડીને ટક્કર મારવાનો પ્રયાસ કરી કોલવડા રોડ તરફ ભાગ્યો હતો. આ દરમ્યાન નંબર પ્લેટ વિનાની કાળા કલરના કાચ વાળી અલ્ટો ગાડીમા પ્રકાશ વણઝારા ઉર્ફે પી.કે સરકારી ગાડીને ડમ્પરનો પીછો કરતા રોકવા ધીરે ધીરે ગાડી ચલાવી અવરોધ ઉભા કરી સાઇડ પણ આપતો નહોતો.

થાર ગાડીમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર નાટ્યાત્મક રીતે હાજર થયો બાદમાં ડમ્પર ભાગી જતાં પ્રકાશ પણ પોતાની ગાડી સાથે ફરાર થઈ ગયો હતો. જેના પગલે મહિલા અધિકારી કાનુની કાર્યવાહી કરાવવા પેથાપુર પોલીસના શરણે પહોંચ્યા હતાં. તે દરમ્યાન કાયદાનો ડર રાખ્યા વિના નાટ્યાત્મક રીતે કાળા કલરની થાર ગાડીમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર નાગજી વણઝારા પોલીસ મથકે પહોંચ્યો હતો.

આરોપી સમાધાન માટે દબાણ કરવા લાગ્યો હતો જેણે બિન્દાસ બની નિર્ભય રીતે રોયલ્ટી ઇન્સ્પેકટર મેહુલા સભાયાને જણાવ્યું હતું કે, આ ડમ્પરનો માલિક હું છું. મારા કહેવાથી જ ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો. અને હું જ ગેરકાયદેસર રેતીની ચોરી કરી તેનુ વહન કરૂ છું કહી સમાધાન માટે દબાણ કરવા લાગ્યો હતો.

4.33 લાખનો દંડ ને ગુનો નોંધાયો જેના પગલે ખાણ ખનિજ વિભાગે આ મામલે ખનિજ ચોરી અને નિયમોના ઉલ્લંઘન બદલ કુલ રૂ. 4.33 લાખનો દંડ ફટકારી સરકારી ફરજમાં રૂકાવટ કરવા, કર્મચારીઓ પર ડમ્પર ચઢાવવાનો પ્રયાસ કરવા અને ગેરકાયદેસર ખનિજ હેરફેર બદલ પ્રકાશ વણઝારા અને ડમ્પર ચાલક વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી હાશકારો અનુભવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *