મહેસાણાના ગાંધી કોમ્પ્લેક્સ પાસેથી યુવાનની લાશ મળી:ઝેરી દવા પીધી હોવાનું અનુમાન, પોલીસ મૃતદેહને પીએમમાં ખસેડ્યો

Spread the love

 

મહેસાણા શહેરના જાણીતા ગાંધી કોમ્પ્લેક્સ વિસ્તારમાં આજે 18 ફેબ્રુઆરીએ એક યુવાનની લાશ મળી છે. કોમ્પ્લેક્સની એક દુકાન પાસે એક યુવાન ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવાન સોમનાથ રોડ પર આવેલી વૃંદાવનપાર્ક સોસાયટીનો રહેવાસી 27 વર્ષીય વિજય પરમાર હતો. પોલીસે કહ્યું, યુવકનું ઝેરી દવાથી મોત થયું તે પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી મળતી વિગતો અનુસાર યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત નીપજ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. 27 વર્ષીય આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવાને આત્મહત્યા જેવુ પગલું ભરવા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસની ઊંડી તપાસ બાદ જ સત્ય વિગતો બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *