ગુજરાતના વકીલો માટે ઐતિહાસિક નિર્ણય: BJP લીગલ સેલ ના કન્વીનર શ્રી. જે. જે. પટેલ નો ડિજિટલ સંકલ્પ : ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત ૨૮૦+ બાર એસોસિએશન નું આધુનિકીકરણ થશે.
ગાંધીનગર, ફેબ્રુઆરી ૨૦૨૬: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “ડિજિટલ ઇન્ડિયા” વિઝનને સાકાર કરવાના મક્કમ નિર્ધાર સાથે, ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રી દ્વારા ગુજરાતના ૧,૨૫,૦૦૦થી વધુ વકીલોના હિતમાં એક ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ વેલ્ફેર ફંડ (વકીલ કલ્યાણ નિધિ) માટે ₹૫,૦૦,૦૦૦,૦૦૦ (પાંચ કરોડ) અને બાર એસોસિએશનોના આધુનિકીકરણ તથા ડિજિટલાઇઝેશન માટે અંદાજે ₹૧,૭૫,૦૦,૦૦૦ (એક કરોડ ૭૫ લાખ) ની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડિજિટલ સશક્તિકરણનો નવો યુગ
BJP લીગલ સેલના કન્વીનર શ્રી જે. જે. પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને સરકારે આ ગ્રાન્ટ મંજૂર કરી છે. આ પહેલ અંતર્ગત ગુજરાતની તમામ ૨૮૦થી વધુ બાર એસોસિએશનોને ટેકનોલોજીકલ રીતે સજ્જ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
* બેક ઓફિસ સોફ્ટવેર: તમામ ૨૮૦+ બાર એસોસિએશનોને હાઇ-લેવલ સોફ્ટવેર આપવામાં આવશે, જેનાથી મેમ્બર મેનેજમેન્ટ વધુ સુરક્ષિત અને સરળ બનશે.
* સમર્પિત મોબાઈલ એપ: દરેક એડવોકેટ સભ્ય માટે અલગ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાવાશે, જેમાં ૧૦૦થી વધુ પ્રોએક્ટિવ સુવિધાઓ જેવી કે કેસ મેનેજમેન્ટ, ક્લાયન્ટ મેનેજમેન્ટ અને ઓનલાઈન પેમેન્ટની સગવડ હશે.
* AI ટેકનોલોજીનો ઉપયોગ: વકીલોની કામગીરીને વેગ આપવા માટે LegalGPT, AI ડ્રાફ્ટિંગ, AI આધારિત કેસ સમરી અને ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન જેવી અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.
* ડિજિટલ કનેક્ટિવિટી: દરેક બાર એસોસિએશનને પોતાની સત્તાવાર વેબસાઇટ મળશે અને સિનિયર વકીલો દ્વારા માર્ગદર્શન માટે ખાસ ઈ-વિડિયો ચેનલ પણ શરૂ કરવામાં આવશે.
શ્રી જે. જે. પટેલે આ અંગે ખાતરી આપતા જણાવ્યું છે કે, “આ માત્ર એક ડિજિટલ પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતના વકીલ સમાજને વૈશ્વિક સ્તરની ટેકનોલોજીથી સજ્જ કરવાનો એક ઐતિહાસિક સંકલ્પ છે. સરકાર તરફથી ગ્રાન્ટ પ્રાપ્ત થયાના ટૂંકા ગાળામાં જ આ તમામ સેવાઓ કોઈ પણ વધારાના ખર્ચ વગર વકીલ મિત્રો માટે કાર્યરત કરી દેવામાં આવશે”.
આ નિર્ણયથી ગુજરાતનો કાયદાકીય વ્યાપ વધુ પારદર્શક, ઝડપી અને આધુનિક બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો વકીલો અને ન્યાયિક પ્રક્રિયાને મળશે.