ઉનામાં ટ્રકે બાઈકચાલકને કચડ્યો, રોડ પર માસના ટૂકડા વિખેરાયા

Spread the love

 

ગુજરાતના માર્ગો પર ફરી એકવાર કાળનો પંજો ફરી વળ્યો છે, જેમાં વડોદરા અને ઉનામાં સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકના કરુણ મોત નીપજ્યાં છે. વડોદરા-હાલોલ હાઈવે પર 22 ફેબ્રુઆરીની મોડીરાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં બાઈકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે. મૃતક યુવકને ગંભીર ઇજાઓને લઈ રોડ પર લોહી વહેવા લાગ્યું હતું. રોડ પર પરિવારજનોની રોકકળથી માહોલ તંગ બન્યો હતો.
બીજી તરફ, ઉનાના તડ અને પાલડી ગામ વચ્ચે આજે (23 ફેબ્રુઆરી) સવારે ટ્રક અને બાઈક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં અન્ય એક બાઈકસવારનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે, મૃતદેહના ટુકડા થઈ ગયા હતા, જેને પાવડાથી ભેગા કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. આ બંને ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા-હાલોલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક મોટરસાઇકલને કોઈ અજાણ્યા કારચાલકે જોરદાર ટક્કર મારી હોવાની આશંકા સેવાઈ રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રોડ પર પટકાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ લોહીનો રેલો વહ્યો હતો અને યુવકે ત્યાં જ દમ તોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *