અમદાવાદમાં 27 PIની બદલી:લિવ રિઝર્વ 8 PIને નિમણૂંક

Spread the love

 

અમદાવાદમાં 27 PIની બદલી અને લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ઉડીને આંખે વળગે તેવી બદલી દાણીલીમડાના PI એચ.એન.પટેલ અને દરીયાપુરના PI આર.જી.દેસાઈની છે જેમને કંટ્રોલરૂમમાં મૂકાયા છે. જાણવા મળ્યું છે કે દાણીલીમડાના PIને કેમિકલ ચોરીનો કેસ અને દરીયાપુરના PIને જુગારનો મોટો કેસ નડી ગયો છે. કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા તે પોલીસ સ્ટેશનને હવે PI મળ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 27 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે કેટલાક PIની એજન્સીમાંથી પોલીસ સ્ટેશનમાં તો કેટલાકની પોલીસ સ્ટેશનમાંથી એજન્સીમાં બદલી કરી છે. લાંબા સમયથી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય અને કેટલાક પોલીસ સ્ટેશનમાં નાના મોટા વિવાદ થયા હોય તેમની પણ બદલી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં અનેક PI ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હતા. જેમની જિલ્લા બદલી આવવાની તૈયારી છે. જોકે શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં પણ કેટલાક PI લાંબા સમયથી ફરજ બજાવતા હતા તો કેટલાક PI વિવાદમાં આવી ચૂક્યા હતા. જેમની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વધતા જતા ક્રાઈમને લઈને PIની સક્ષમ પીઆઇને બદલી કરી મૂકવામાં આવ્યા છે. શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં એજન્સીની 10 દિવસમાં પાંચ અલગ અલગ રેડ થઈ હતી, જેમાં સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવતા નારોલ PIની બદલી કરવામાં આવી છે. SMCએ કરેલી કેમિકલ ચોરીના કેસમાં સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવતા દાણીલીમડા પોલીસ સ્ટેશનના PIની બદલી કરવામાં આવી છે. દરિયાપુરમાં SMCએ જુગારનો મોટો કેસ કર્યો હતો તેમાં પણ સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવતા દરિયાપુર PIની કંટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કૃષ્ણનગર,ચાંદખેડા,શહેરકોટડા, આનંદનગર, માધવપુરા પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલી રહ્યા હતા. જ્યાં નિયમિત PIની નિમણૂક કરવામાં આવી છે. માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.પી.જાડેજા લાંબા સમયથી બીમાર હતા. જેથી તેમની બદલીમાં કરવામાં આવી છે અને માધવપુરા પોલીસ સ્ટેશનમાં સી.આર રાણાની નિમણૂક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *