

દાદા ભત્રીજા એક ડ્રેસ કોડમાં અને દાદા મામુ ભત્રીજા એક જ જગ્યાએ ભેગા જોવા મળ્યા, ત્યારે ગમે તેવો મોટો હોદો હોય પણ ગુરુજીથી વિશેષ કાંઈ ખરું? ત્યારે પરમ પૂજ્ય શ્રીમદ વિજય યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ગચ્છાધિપતિના દર્શન મુખ્યમંત્રી કરી રહ્યા છે. બાકી સુરત ખાતે દાદા, મામુ, ભત્રીજા ભેગા તો થયા પણ દાદા અને ભત્રીજાનો ડ્રેસકોર્ડ પણ એક જ રહ્યો, ભત્રીજા અત્યારે રાત-દિવસ દોડી રહ્યા છે, ત્યારે દાદાને કામનું ભારણ થોડું ઓછું થયું છે, બાકી દાદા બે ટર્મથી મુખ્યમંત્રી છે, પણ વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય કોઈ વાત નહીંના સૂત્ર સાથે ચાલી રહ્યા છે, જીવનમાં ભક્તિ અને સમર્પણ જોઈએ, ત્યારે કાનો ગુરુજી દ્વારા પ્રસિદ્ધ પુસ્તક વાંચી રહ્યો છે, ભલે ગમે તેટલી ભણીને ડિગ્રી મેળવી હોય પણ તમામ દુનિયાના પ્રશ્નોનું સોલ્યુશન “ગીતા સાર” અને આપણા ગુરુઓ દ્વારા બહાર પાડેલા પુસ્તકમાં જે જ્ઞાન છે, તે ક્યાંય મળવાનું નથી, સ્વભાવ, સંસ્કાર, સારું કરવું, દયાભાવ લાગણી આ બધું પુસ્તકના જ્ઞાન બાદ જ સુધારો આવતો હોય છે, ભલે આજે મોટી ડીગ્રીઓ લઈને મોટા સાહેબો લોકો બની ગયા, વિદેશોમાં ગયા પણ મા-બાપ પ્રત્યે લાગણી પરિવાર આ બધું જ્ઞાન આમાંથી પીરસાય છે, ગીતા સાર વાંચી લો તો જીવનનો ધ્યેય અને સંકલ્પ તમામ પૂર્ણ થઈ જાય, ત્યારે કાના એ આ બધી ચોપડીઓ ખૂબ જ વાંચી છે, જે તસવીરમાં જોઈ શકાય છે, બાકી અનેક મોટી ડિગ્રીઓ ગીતા સાર અને આપણા ઋષિમુનિઓએ જે પુસ્તક બહાર પાડ્યા છે, તેમાં જે જ્ઞાનનો ભંડાર છે, તે દુનિયાના કોઈ પુસ્તકમાં નથી, જેણે આ પુસ્તક વાંચ્યા તે મોટામાં મોટી ડિગ્રી ધારક જ કહી શકાય, આજના જમાનામાં કોઈને વાંસળી, શંખ વગાડતા આવડે, આ ભાથી વગાડી બતાવે, બધાને કર્તવ્ય અને કુદરતે અલગ પ્રકારની શક્તિ આપી હોય, ત્યારે સંસ્કારોનું સિંચન ધાર્મિક પુસ્તકોથી લઈને ગીતાજ્ઞાનમાં જ મળે છે. મોટી ડિગ્રીઓના થોથા વાંચીને નહીં, બાકી ડિગ્રીઓવાળા ના ઘર તૂટી રહ્યા છે, લગ્ન થતા નથી, તેનું કારણ સમજશક્તિ, બાકી ગીતાજ્ઞાન અને ધાર્મિક પુસ્તકો વાંચ્યા હોય તો કોઈ માણસ ક્યાંય પાછો ના પડે,