અબજોના ખર્ચે બનાવેલું સચિવાલયમાં રોડ રસ્તા પર એક ડસ્ટબીન હોય તો બતાવો?
સચિવાલયમાં એક ડસ્ટબિન નહીં, કચરો-રેપર નાખવું ક્યાં? અનેક મુલાકાતિઓની રોડ પર કચરો ફેંકવાની મજબૂરી
વિધાનસભા સચિવાલય સ્વર્ણિમ સંકુલ એક અને બે ખાતે હજારો અરજદારો અહીંયા આવે છે, ત્યારે પેકિંગ વસ્તુ ખાધા બાદ ડસ્ટબીન લોકો શોધી રહ્યા છે, ક્યાંય ડસ્ટબીન જોવા મળતું નથી, કચરો કચરાપેટીમાં નાખો પણ ક્યાંય ડસ્ટબિન ના હોય, તો, શું કરવું? રોડ-રસ્તા પર કચરો-રેપર નાખવા અનેક લોકોની મજબૂરી જેવો ઘાટ, સ્વચ્છતાનું પાલન કરવાના જે આદેશ જ્યાંથી થાય છે, ત્યાં જ ડસ્ટબીન ક્યાંય દેખાતા નથી
GJ-18 એટલે કે ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે અહીંયાથી તમામ આદેશો, પરિપત્રો, ઠરાવો, કાયદાઓ, નિયમો બધા જ અહીંથી પસાર થતા હોય છે, બાકી GJ-18 એટલે ગુજરાતનું માઈ બાપ કહો કે જગત જમાદાર, ત્યારે GJ-18 મહાનગરપાલિકાને અબજોની ગ્રાન્ટો અહીંયા ફાળવવામાં આવે છે, ત્યારે અહીંયા જ ડસ્ટબિન સચિવાલય અથવા મહાનગરપાલિકા મૂકે તેવું લોકો ઈચ્છી રહ્યા છે, આજે મોટા ભાગની ચીજ વસ્તુઓ પેકિંગમય બની ગઈ છે, ચોકલેટ નાની હોય તો પણ પેકિંગમાં અત્યારે વિધાનસભા અને દર સોમ થી ગુરુ હજારો મુલાકાતઓ મળવા આવતા હોય છે ત્યારે અહીંયા જમવાનું અને કેન્ટીન પાસેથી વસ્તુ ખરીદે અને પેકિંગ વાળી ચીજ વસ્તુ ખાધા પછી રેપર નાખવું ક્યાં? તે પ્રશ્ન છે, સ્વર્ણિમ સંકુલ એક બે અને વિધાનસભા તથા સચિવાલયના દરેક બ્લોક અને ફૂટપાથ પાસેથી નીકળો અને એક પણ ડસ્ટબિન મૂકવામાં આવ્યા નથી, સચિવાલય વિધાનસભા એ ગુજરાતનું પાટનગર અને રાજ્યનું જમાદાર કહેવાય ત્યારે અહીંયા જ રોડ-રસ્તા કચરો લોકો નાખવા મજબૂર કે મજબૂરી? કારણ કે ડસ્ટબિન ક્યાંય મૂકેલા જ નથી, ત્યારે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, મેયરશ્રી, નાયબ મેયરશ્રી, ચેરમેનશ્રી, એકવાર અહીંયાથી ચાલતા નીકળો એટલે ખ્યાલ આવી જશે,






