૪૫ વર્ષથી બનેલ સચિવાલયને કલરના કપડા પહેરાવો,
કપડા ફાટી ગયા છે, થીગડા દેખાય છે,
અંદર ભલે રંગરોગાન, બહાર થોડો પાવડર લગાવો
૪૫ વર્ષે આને રંગરોગાન કરાવો? સ્વર્ણિમ એક બે વિધાનસભા જોયા બાદ લોકો સચિવાલય બિલ્ડીંગની ઠેકડી ઉડાડે છે, કલર કરાવીને હેકડી કાઢી નાખો
સચિવાલયમાં અરજદારો એન્ટ્રી મેળવ્યા બાદ વિધાનસભા સ્વર્ણિમ સંકુલ એક બે જોઈને સચિવાલય બિલ્ડીંગ પણ નજર જતા જ લોકો મજાક કરી રહ્યા છે, આવી બિલ્ડિંગો? ૪૫ વર્ષથી અંડર રીનોવેશન, બહાર ચાકેડા જેવો ઘાટ, કપડા ફાટી ગયા હોય અને થીગડા દેખાતા હોય તેવું સચિવાલય દેખાઈ રહ્યું છે,
ગાંધીનગર ગુજરાતનું હબ અને પાટનગર એટલે જીજે ૧૮ હવે તો તેનું નામ પણ અનેક થયા છે, સ્માર્ટ સિટી હરિયાળી સીટી વૃક્ષોની નગરી પણ હવે
કોક્રીટના જંગલોએ સ્થાન લઈ લીધું છે, લાખો અરજદારો અઠવાડિયામાં અહીંયા પોતાના કામો લઈને આવે છે, ત્યારે જીજે ૧૮ ના રોજ સંકુલ એક, બે, વિધાનસભા જોઈને ખુશ થઈ જાય છે, પણ જેવી નજર સચિવાલયની બિલ્ડીંગો ઉપર પડે એટલે અનેક લોકો ઠેકડી અને ખીલ્લી ઉડાડે છે, આવું સચિવાલય કરોડોની અબજોની ગ્રાન્ટો દરેક જિલ્લાને આપે અને જિલ્લાની ઓફિસો, બિલ્ડીંગો ટકાટક બની ગઈ, ત્યારે સચિવાલયની બિલ્ડીંગો આવી? કલર કામ પણ નહીં?
સરકાર દ્વારા કરોડો ખર્ચ કરીને સ્વર્ણિમ સંકુલ એક બે અને નવું વિધાનસભા બનાવ્યું પણ આજુબાજુ બિલ્ડીંગોથી ઘેરાયેલું વિધાનસભા ભલે ટોપ ક્લાસ લાગતું હોય પણ ગાડીને ગોબો પડ્યો હોય તો ગોબા પર નજર જાય, ભલે નવી ગાડી કેમ ન હોય, ત્યારે સચિવાલય ઉપર નજર જાય એટલે લોકો આઈ..લા.. કઈ ને, કહે છે, કે, આવી સચિવાલયની બિલ્ડીંગો કહીને મેણા મારી રહ્યા છે, ત્યારે અંદર તો કપડાં પહેરાવીને સજી ધજીને તૈયાર કર્યા, પણ બહારથી ચળકાટ કરાવો. કલર કામ અને નાનું મોટું રિનોવેશન કરાવો તો, સચિવાલય બાદ આ બિલ્ડીંગો જોઈને લોકો પ્રભાવિત થાય, બાકી દૂરથી કપડા ફાટી ગયા હોય થીગડા દેખાતા હોય તેવી જ દેખાય છે, બાકી ૪૫ વર્ષથી વધુ સમયથી બિલ્ડીંગ બનેલી છે હવે આમાં કાંઈક નવાજૂની કરો તેવું લોકો કહી રહ્યા છે


