બાંગ્લાદેશમાં સરકાર બદલાઈ છતાં હિન્દુઓ પર મુસીબત યથાવત્, કીર્તનમાં ગયેલી છોકરી પર સામૂહિક દુષ્કર્મ

Spread the love

 

બાંગ્લાદેશમાં સરકાર બદલાઈ છતાં પણ લઘુમતી હિંદુ સમુદાય પર અત્યાચારની સ્થિતિ યથાવત્ છે. તાજેતરમાં સામે આવેલી કેટલીક હૃદયદ્રાવક ઘટનાઓએ હિંદુઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભોલા જિલ્લાના તજુમુદ્દીન વિસ્તારમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં કીર્તનમાં સામેલ થવા ગયેલી 25 વર્ષીય હિંદુ યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું છે. યુવતી લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે હિંદુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ અગાઉ 11 ફેબ્રુઆરીએ મૌલવીબજાર જિલ્લામાં 28 વર્ષીય હિંદુ યુવક રતન સાહૂકારનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ચાના બગીચામાં કામ કરતા આ યુવકના હાથ-પગ બાંધેલા હતા અને તેના શરીર પર ઈજાના ગંભીર નિશાન હતા. આ ઘટના બાંગ્લાદેશમાં મતદાનના બરાબર એક દિવસ પહેલા બની હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત વધી રહેલા હુમલાઓ, હત્યા અને દુષ્કર્મની ઘટનાઓએ લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *