સ્પોર્ટ્સ બાઈક ચોરતી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓ ઝડપાયા

Spread the love

 

ગુજરાત રાજ્યના અલગ અલગ રાજ્યોમાંથી સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓને રૂ. 10.50 લાખના 6 સ્પોર્ટસ બાઇક સાથે નારોલ પોલીસે ઝડપી પાડ્યા છે. રાજસ્થાનથી આરોપીઓ ચોરી કરવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાં જતા હતા અને ત્યાંથી બાઇક ચોરી અને રાજસ્થાન ખાતે લઈ જઈ અને ત્યાં ફેરવતા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ ઝડપાતા નારોલ પોલીસ સ્ટેશનના ત્રણ ગુના, ભરૂચ સીટીના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક, અને રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનનો એક ગુનો મળી કુલ પાંચ વાહન ચોરીના કેસોનો ભેદ ઉકેલાયો છે.
નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી તાજેતરમાં ત્રણ સ્પોર્ટ્સ બાઈક ચોરી થવાના બનાવ બન્યા હતા. જેને લઈને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સ્પોર્ટ્સ બાઈકની ચોરીના ગુનામાં ગુજરાત બહારની ગેંગ એક્ટિવ છે. આ માહિતીના આધારે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રાજસ્થાનના હોવાની હકીકત ખુલવા પામતા પોલીસ રાજસ્થાન તપાસ માટે પહોંચી હતી.
રાજસ્થાનના બાંસવાડામાં રહેતો જયેશ ડામોર, નિલેશ પારગી, રાહુલ પટેલ સહિત સુનીલ ભુરીયા તમામની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે લાવીને આરોપીઓની પૂછપરછ કરતા નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી 3 સ્પોર્ટ્સ બાઈક ચોર્યા હતા. તથા ભરૂચ અને રાજકોટ શહેરમાંથી 3 સ્પોર્ટ્સ બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે ચોરી થયેલા તમામ 6 સ્પોર્ટ્સ બાઈક રીકવર કર્યા છે. આરોપીઓ સ્પોર્ટ્સ બાઈક ચોરી કરીને તેમના ગામમાં લઇ જતા અને ગામમાં પોતે બાઈક લઈને ફરતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ બીજા કોઈ બાઈક ચોર્યા છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *