હિલ્લોક સામેના બંધ કરેલા કટનો વિરોધ કરનારા 7 સામે ફરિયાદ

Spread the love

 

વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા રિંગ રોડ પર આવેલી હોટલ હિલ્લોક સામેનો કટ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાયો છે. બંધ કરેલો કટ ખોલવા સ્થાનિકોએ અનેક વાર રજુઆત કરી છે છતાં કટ ખોલવામાં ન આવતા રહીશોએ કંટાળીને ભેગા થઇને રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસની પેટ્રોલિંગની ગાડી સ્થળ પર હોવા છતાંય વિરોધ કરનારાઓની સંખ્યા વધુ હોવાથી ચાંદખેડા પોલીસની સાથે ટ્રાફિકની પોલીસ બોલાવવી પડી હતી. 100થી 150 માણસોનું ટોળુ બેનરો સાથે વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા રોડ પર બેસી ગયુ હતું.આ ટોળુ હોટલ હિલ્લોક કટ ચાલુ કરાવવા વિરોધ કરી રહ્યું હતું જે પૈકી કેટલાક વાહનોને રોકીને ટ્રાફિકજામ કરી રહ્યા હતા.
પોલીસે જરૂરી બળપ્રયોગ વાપરીને લોકોને સમજાવીને રોડ ખાલી કરવા સમજાવ્યા હતા ત્યારે હાજર લોકોએ જ્યાં સુધી આ કટ ચાલુ નહિ કરાય ત્યાં સુધી જવાના નથી કે વાહનોને પસાર નહિ થવા દઇએ તેમ કહીને રોડ બ્લોક કર્યો હતો. 7 ફેબ્રુઆરીએ પણ ટોળાએ આ જ પ્રકારે વિરોધ કરીને સરકારી બેરીકેડ તોડીને નુકસાન પહોંચાડ્યુ હતું. જે બાદ ગત 21 ફેબ્રુઆરીએ પણ આ રીતે વિરોધ કર્યો હતો.સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા પોલીસે વિરોધ કરનારની ઓળખ કરવાનું શરૂ કર્યું હતું.આ દરમિયાનમાં આનંદ આઇ લાઇફ સોસાયટીમાં રહેતા રહીશની પોલીસે પૂછપરછ કરતા તેણે 26 સોસાયટીના મેમ્બરોનું નેબર્સ ન્યૂ ત્રાગડ ગ્રૂપ હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે તપાસ કરતા આ ગ્રૂપમાં રહેલા લોકોએ કટ ખોલવા અંગે વિરોધ કરીને ગેરકાયદે મંડળી રચીને રોડ બ્લોક કરીને વાહનો રોકાવીને અવરોધ ઉભો કરીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યુ હતું. જેથી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ટોળા પૈકી જીગર ગજ્જર, વિરાજ મેવાડા, ગુંજન, કિશન કંસાગરા, ચિંતન જોષી, રાહુલ પટેલ, મોહબત ગઢવીની ઓળખ કરી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *