ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા ત્રણ વર્ષથી સતત મહેનતનું પરિણામ 115 જેટલા અપલોડ ધારકોને મોટી રાહત થઈ કહી શકાય,
જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રાજુ બન ગયા જેન્ટલમેન તેમ રોડ માસ્ટર રાજુ પ્લોટ ધારકો માટે બન્યા જેન્ટલમેન, કાનૂની દાવપેચ અને ઠરાવો, પરિપત્રોથી લઈને અનેક કામમાં રાજ્યોની દોટ, રીટા પટેલની પઠાણી ઉઘરાણીથી 115 પ્લોટ ધારકોના પ્રશ્નોની ઉઘરાણીનું સોલ્યુશન

Gj 18 ખાતે 1 થી 30 સેક્ટરમાં જે પ્લોટો વર્ષો પહેલા સરકારે ધારાસભ્ય, સાંસદ, સરકારી કર્મચારીઓને આપ્યા હતા, ત્યારે 20 વર્ષ સુધી કોઈ પ્લોટધારક મકાન વેચી શકશે નહીં, અને વેચે તો ઊંચું પ્રીમિયમ ભરવું પડે, ત્યારે જેમ જેમ ભાવ વધ્યા તેમ તેમ વેચાયા અને લોકોએ માર્ગ અને મકાનથી લઈને કલેક્ટર કચેરી સુધી ખર્ચ કરીને પ્રીમિયમ ભર્યા, ત્યારે હમણાં પ્રીમિયમ પણ ભરવાનું બંધ કરી દેતા અને ગુજરાત હાઇકોર્ટ માંથી ઓર્ડર કરાવવો પડતો હતો વેચાણ મંજૂરીનો, અને તે પણ બંધ કરી દેવામાં આવતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે મુકતા અનેક લોકોની વેચાણ કરવાની પ્રક્રિયા બંધ પડી જતા અને જરૂરિયાત પ્લોટ ધારકોને વેચાણની જરૂરિયાત હોવા છતાં વેચી શકતા નહીં, ત્યારે ઘણા જ પ્લોટ જે ટાઈટલ ક્લિયર હતા તે વેચાયા, જે બાકી અને સ્ટેમ્પ ઉપર લખાણ કર્યા તેમાં સહીના નમુના હવે ફરી લેવામાં આવશે કારણ કે દસ્તાવેજ કરવા માટે ઘરના સૌની જરૂર પડશે હવે મકાન તો વેચાઈ ગયું પણ સહી કરવાના પણ હવે નવા ફદીયા માંગે તો નવાઈ નહીં, જે પ્લોટ ધારકોએ દસ વર્ષના ગાળામાં મકાન વેચી દીધું હોય અને હવે પ્લોટ ખરીદના જેમણે સ્ટેમ્પ ઉપર લખાણ હશે તેને બકા પડી જશે, સહી કરવાનો પણ વ્યવહાર થશે, દસ વર્ષ અને પાંચ વર્ષના ગાળામાં 50 લાખ અને એક કરોડનો મકાનની કિંમતમાં વધારો થતા હવે દસ્તાવેજમાં સહી કરવાના પણ ફદી આપવા પડશે અને જેમણે વેચ્યા નથી અને હવે વેચવાના છે તેમને બખા થઈ જશે.
Gj 18 ના અધિકારીઓ અને કર્મચારીઓને રાહત દરે ફાળવવામાં આવેલા પ્લોટના વેચાણ પરના વર્ષોજૂના સ્ટે મામલે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક વચગાળાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર તરીકે જોડાયેલા 115 પ્લોટ ધારકોને શરતી વેચાણની મંજૂરી મળતા લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય મડાગાંઠનો અંત આવ્યો છે. ગાંધીનગર શહેરની સ્થાપના સમયે સરકારી કર્મચારીઓ અને અન્ય કેટેગરીના લોકોને રાહત દરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. સનદની જોગવાઈ મુજબ ૨૫ વર્ષ બાદ પ્રીમિયમ વગર વેચાણની પરવાનગી હતી, પરંતુ મૌલિન બારોટ દ્વારા આ સ્કીમને હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા વર્ષ ૨૦૧૨થી વેચાણ પર મનાઈ હુકમ (સ્ટે) અમલી હતો. આ સ્ટેના કારણે અનેક નિવૃત્ત કર્મચારીઓ આર્થિક જરૂરિયાત, માંદગી કે સંતાનોના વિદેશ અભ્યાસ જેવા કારણોસર પ્લોટ વેચવા ઈચ્છતા હોવા છતાં લાચાર હતા. આ ગંભીર પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ધારાસભ્ય રીટાબેન પટેલે મેયર કાળથી જ પ્રયત્નો આદર્યા હતા અને વિધાનસભાની ચૂંટણી વખતે તેને પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું હતું. ધારાસભ્ય બન્યા બાદ તેમણે આ મુદ્દે સતત રાજ્ય સરકારમાં રજૂઆતો કરી હતી. એટલું જ નહીં, તેમણે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ ધ્યાન દોર્યું હતું, જેના પરિણામે ભારતના સોલિસિટર જનરલ મારફતે સુપ્રીમ કોર્ટમાં પ્લોટ ધારકોની વેદના ધારદાર રીતે રજૂ કરવામાં આવી હતી. વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટમાં જવું સામાન્ય પ્લોટ ધારક માટે આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી, રીટાબેન પટેલે તમામ અસરગ્રસ્તોની બેઠક બોલાવી તેમને સામુહિક રીતે લડત આપવા પ્રેરિત કર્યા હતા. આ સામુહિક અભિગમને કારણે ૧૧૫ પ્લોટ ધારકો એકસાથે પિટિશનમાં જોડાયા, જેનાથી અંદાજે ૫ થી ૬ કરોડ રૂપિયાના કાનૂની ખર્ચની બચત થઈ છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત મહેતાની બેંચ દ્વારા ૧૬/૦૨/૨૦૨૬ના રોજ આ ૧૧૫ પ્લોટ ધારકોને આખરી ચુકાદાને આધીન રહીને વેચાણ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત પરિવારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ અને તમામ પ્લોટ ધારકોએ આ ભગીરથ કાર્ય માટે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખાસ કરીને સતત ફોલોઅપ લેનાર ધારાસભ્ય રીટાબેન પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.