આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગ રેકેટઃ ગુજરાતના ચાર આરોપીનો કેસ ખાસ CBI કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો

Spread the love

 

ગુજરાતના બેરોજગાર યુવાનોને વિદેશમાં લાખોના પગારની લાલચ આપી માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) કરી તેમને મ્યાનમારના ખતરનાક કમ્પાઉન્ડમાં ‘સાયબર ગુલામ’ તરીકે વેચી દેવાના મસમોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડના મામલે સુપ્રીમ કોર્ટે ગંભીરતા દાખવી સબીઆઈને તપાસનો નિર્દેષ આપ્યો હતો. જેમાં સીબીઆઈએ આખાય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સીબીઆઈએ તબક્કાવાર ગુજરાતના ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ કરી હતી. ત્યારબાદ આ કેસ સીબીઆઈ સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, વિદેશમાં લાલચ આપી ગુજરાતી યુવાનોને મ્યાનમારના ‘ડેથ ઝોન’માં ધકેલતું આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
સીબીઆઈની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ સિન્ડિકેટ ગુજરાત અને રાજસ્થાનના યુવાનોને ટાર્ગેટ કરતી હતી. તેમને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ડેટા એન્ટ્રીની હાઈ-પ્રોફાઈલ જોબની લાલચ અપાતી હતી. યુવાનો જેવા બેંગકોક (થાઈલેન્ડ) પહોંચતા રહોંચતા કે તરત જ આ એજન્ટો તેમના પાસપોર્ટ અને મોબાઈલ આંચકી લેતા હતા. ત્યારબાદ તેમને ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમારના ‘કેકે પાર્ક’ અને ‘મ્યાવાડી ટાઉનશિપ’ જેવા વિસ્તારોમાં ચાલતા ચીની સાયબર માફિયાઓના હબમાં મોકલી દેવાતા હતા. ત્યાં ભારતીય યુવકોને સાયબર ગુલામ તરીકે રાખવામાં આવતા હતા – જ્યાં તેમને ક્રિપ્ટો સ્કેમ, ઑનલાઈન ડેટિંગ ઠગાઈ, પોન્ઝી સ્કીમ, અને ડીશિંગ જેવા સાયબર ગુનાઓ કરાવવામાં આવતા હતા. જો કોઈ સહકાર ન આપે તો તેમને
શારીરિક અને માનસિક રીતેહેરાન કરવામાં આવતું હતું. જો કોઈ યુવાન આ કામ કરવાની
ના પાડે તો તેને અંધારી કોટડીમાં પૂરી રાખવામાં આવતો અને ઢોર માર મારી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ યુવાનોને ‘સાયબર સ્લેવ્સ’ (સાયબર ગુલામો) તરીકે સંબોધવામાં આવતા હતા.
તપાસમાં બહાર આવ્યુ છે કે મોટી સંખ્યામાં બિનશરતી ભારતીય નાગરિકોને મ્યાનમારમાં કૌભાંડી કમ્પાઉન્ડમાં, ઘણીવાર થાઇલેન્ડ થઈને, તસ્કરી કરવામાં આવી રહ્યા છે. એક સંગઠિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ આ વ્યક્તિઓને ઉચ્ચ પગારવાળી નોકરીઓ અને વિદેશમાં આકર્ષક રોજગારની તકોના ખોટા વચનો દ્વારા લલચાવે છે. ભારતમાંથી બહાર કાઢયા પછી, તેમને મ્યાનમાર મોકલવામાં આવે છે જ્યાં તેમને ખોટી રીતે બંધક બનાવવામાં આવે છે અને મોટા પાયે સાયબર છેતરપિંડીની કામગીરીમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવે છે, જેમાં ડિજિટલ
સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર CBIએ બે ભાઇઓ સહિત ચાર સામે તપાસ કરી ચાર્જશીટ કરી હતી
ધરપકડ કૌભાંડો, રોકાણ કૌભાંડો અને રોમાંસ કૌભાંડોનો સમાવેશ થાય છે જે વૈશ્વિક સ્તરે લોકોને લક્ષ્ય આવ્યા હતા.
આ મામલે સીબીઆઇએ આ મામલે મોહિતગીરી રાજનાથ ગીરી, રોહિતગીરી રાજનાથ ગીરી, મનોજકુમાર રામપતિરામ કનોજીયા અને જિતેન્દ્રકુમાર બાબુભાઈ ચૌહાન સામે ચાર્જશીટ કરી હતી. ત્યારબાદ તમામ સામે હવે કેસ સેશન્સ સ્પે. સીબીઆઈ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યો છે જેથી કેસ આગામી દિવસોમાં ચાલવા પર આવશે. નોંધનીય છે કે, દિલ્હી સીબીઆઈએ મ્યાનમારમાં ભોગ બનેલા જૂનાગઢના માળિયા ખાતે રહેતા ચૌહાણ જિતેન્દ્રકુમાર બાબુભાઈની ફરિયાદ લઈને કચ્છ મુન્દ્રામાં રહેતા મોહિતગીરી રાજનાથ ગીરી સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ત્યારબાદ તપામાં વિવિધ ઘટ સ્ફોટ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *