EDની મોટી કાર્યવાહી, મુંબઈમાં અનિલ અંબાણીનું 3716 કરોડ રૂપિયાનું ઘર કર્યું જપ્ત

Spread the love

 

મીની લોન્ડિંગ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરૂદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીની ટીમે અનિલ અંબાણીનું મુંબઈમાં આવેલા ઘર ‘અબોડ’ને જપ્ત કરી લીધું છે. આ ઘરની અંદાજે કિંમત રૂપિયા 3,716 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આ ઘર આવેલું છે. મળતી માહિતી મુજબ PMLA હેઠળ એક પ્રોવિઝનલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, જેથી તેમની ગ્રુપ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા કથિત બેન્ક ફ્રોડ સાથે જોડાયેલા કેસમાં ઘરને જપ્ત કરવામાં આવી શકે. આ ઘરની કિંમત 3,716 કરોડ રૂપિયા છે.

ઈડી સમક્ષ હાજર થઈ શકે છે અનિલ અંબાણી

ઉલ્લેખનીય છે કે 66 વર્ષીય અનિલ અંબાણી બીજા રાઉન્ડની પુછપરછ માટે કેન્દ્રીય તપાસ એજન્સીની સામે હાજર થઈ શકે છે. આ પહેલા તેઓ ઓગસ્ટ 2025માં ઈડીની સામે હાજર થયા હતા અને PMLA હેઠળ તેનું નિવેદન નોંધાવ્યું હતું. નવા ઓર્ડરની સાથે આ કેસમાં અટેચ કરેલી કૂલ કિંમત લગભગ 15,700 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *