ભારત-ઈઝરાયેલ વચ્ચે સંબંધો રણનીતિક રીતે જેટલા મજબૂત છે, બંને આતંકવાદની વિરુદ્ધ એટલા જ મજબૂતીથી ઊભા છે. ત્યારે જ પાકિસ્તાન તરફથી થનારી આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહીમાં ઈઝરાયેલે મજબૂતીથી સમર્થન આપ્યું છે. ત્યારે હવે ફરી એક વાર ઈઝરાયેલે ભારતને પોતાની સાથે એક એવા 6 કોણવાળા પ્લાનમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે, જે ઈસ્લામિક નાટો બનાવવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાન અને તેના દોસ્ત તુર્કીની ઊંઘ હરામ થશે.
પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસ પહેલા ઈઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ શાનદાર તૈયારી કરી છે. તેમણે મિડલ ઈસ્ટમાં એક નવો પાવર બ્લોક બનાવવાની બ્લૂપ્રિન્ટ રેડી કરી રાખી છે. તેને લઈને બેન્જામિન નેતન્યાહૂએ હાલમાં જ એક ખતરનાક માસ્ટર પ્લાનનો ખુલાસો કર્યો છે. આ પ્લાનનું નામ આપ્યું છે હેક્સાગન પ્લાન. તેમાં કુલ 6 ખૂણાને સામેલ કરવામાં આવશે. જેમાં સૌથી મહત્ત્વનો ખેલાડી ભારત હોઈ શકે છે.
શું છે ઈઝરાયેલનો હેક્સાગન પ્લાન
-
- ઈઝરાયેલના પ્રસ્તાવિત ગઠબંધનમાં સામેલ તમામ દેશ કટ્ટરપંથ અને આતંકવાદ વિરુદ્ધ લડશે અને તે પોતાના સહયોગથી ગ્લોબલ પોલિટિક્સનો ચહેરો બદલી નાખશે.
-
- ઈઝરાયેલી પ્રધાનમંત્રીના હેક્સાગન ઓફ અલાયન્સમાં ભારત ઉપરાંત અરબ દેશ, આફ્રિકી દેશ, ભૂમધ્યસાગરીય વિસ્તારના દેશ જેમ કે ગ્રીસ અને સાઈપ્રસ ઉપરાંત એશિયાના અમુક અન્ય દેશ સામેલ થવાના હોવાનું કહેવાય છે.
-
- આ સમગ્ર આઈડિયાને IMEC (India-Middle East-Europe Economic Corridor) સાથે જોડવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં આર્થિક ગતિવિધિઓને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.
-
- નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, હેક્સાગન ઓફ અલાયન્સ એ દેશોનો જૂથ હશે, જે એક સમાન વિચાર ધરાવતા અને શિયા તથા સુન્ની ધ્રુવો જેવા કટ્ટરપંથી એક્સિસની તુલનામાં ભાગીદાર રણનીતિ તૈયાર કરી શકે છે.
તુર્કી-પાકિસ્તાન માટે ખતરાની ઘંટી
-
- નેતન્યાહૂનો આ મહત્ત્વાકાંક્ષી પ્લાન ખાલી એક ડીલ નથી, પણ દુનિયાની નવી વ્યવસ્થા બનાવવાની શરૂઆત છે. જ્યાં સુરક્ષાથી લઈને વેપાર સુધી બધું જ બદલાઈ જશે. નેતન્યાહૂ ઈચ્છે છે કે હવે દુનિયામાં એક નવી તાકાત ઊભી થાય. તુર્કી અને પાકિસ્તાન માટે આ મોટી મુસીબત બની શકે છે.
-
- ઈઝરાયેલના આ પ્લાનમાં ગ્રીસ અને સાઈપ્રસ જેવા દેશોને રાખવામાં આવ્યા છે. આવા સમયે આ દેશોને જો બળ મળે તો ભૂમધ્ય સાગરમાં તુર્કીની સ્થિતિ નબળી થઈ જાય. તે વર્ષોથી આ વિસ્તારના નેચરલ રિસોર્સ પર કબજો કરીને બેઠા છે, પણ જેવું ગ્રીસ-સાઈપ્રસ સાથે ભારત અને ઈઝરાયેલ જેવા દેશો ઊભા રહેશે તો તેની બાદશાહતને ચેલેન્જ મળશે.
-
- તુર્કી સાથે ભારતના સંબંધો પહેલા તો સારા હતા, પણ હવે તે ભારતનો ખુલ્લો દુશ્મન બની ચૂક્યો છે. કાશ્મીર જેવા મુદ્દા પર તે પાકિસ્તાન સાથે ઝેર ઓકે છે, ઈઝરાયેલને તુર્કી ધમકી આપે છે. આવા સમયે તેને સબક શીખવવા માટે ઈઝરાયેલ, ભારતનો સાથ ઈચ્છે છે. તેને બાયપાસ કરી યુરોપનો રૂટ બનાવવાથી તેને મોટું નુકસાન થશે.
-
- પાકિસ્તાનની વાત કરીએ તો, ઈઝરાયેલને તેની સાથે ડાયરેક્ટ દુશ્મની તો નથી પણ છેલ્લા કેટલાક સમયથી હમાસના નેતાઓની ગતિવિધિઓ જે રીતે પાકિસ્તાનમાં વધી છે, તે ઈઝરાયેલના રડાર પર છે. ભારતને પણ ઈઝરાયેલ ગુપ્ત જાણકારી આપી ચૂક્યું છે કે પાકિસ્તાનના આતંકી ભારતમાં નોવા જેવો હુમલાનો પ્લાન બનાવી રહ્યા છે.
-
- આતંકવાદના મુદ્દા પર ભારત અને ઈઝરાયેલ એક પ્રકારે વિચારે છે. તો વળી પાકિસ્તાન આતંકવાદનું પોષક દેશ હોવાના કારણે બંને દેશોથી વૈચારિક રીતે દૂર થતું જાય છે.
ભારત માનતું તો 43 વર્ષ પહેલા જ બરબાદ થઈ ગયું હોત પાકિસ્તાન
ઈઝરાયેલને આમ તો પાકિસ્તાન સાથે કોઈ દુશ્મની નથી, પણ 1981-84ની વચ્ચે તેણે ભારત સામે એક પ્રસ્તાવ રાખ્યો હતો. તે સમયે ભારતના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી હતા અને ઈઝરાયેલ ખુદ ઈરાકની એર સ્ટ્રાઈક કરીને આવ્યા હતા. ઈઝરાયેલને ગુપ્ત સૂચના મળી હતી કે પાકિસ્તાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે. આવા સમયે તે ઈચ્છતું હતું કે ભારત સાથે મળીને તે ઈસ્લામિક બોમ્બ બનાવવાની કોશિશને ખતમ કરી દે. જો તે સમયે ભારતે અમેરિકાના પ્રેશર અને વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા આ પગલું પાછું ન ખેંચ્યું હોત તો ત્યારે જ કહાની ખતમ થઈ જાત. ન તેની પાસે પરમાણુ હથિયાર હોત, ન આજની તારીખમાં તે આંખ ઊંચી કરીને જોઈ શકતું હોત.