સરકાર અને AMC વચ્ચે નાગરિકો હેરાન, રોડ પર ડ્રેનેજ લાઈન નાખી જ નહીં, ગટરના પાણી ફરી વળતા લોકોને હાલાકી

Spread the love

 

 

મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી દિવસોમાં ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ શહેરીજનોને પ્રાથમિક સુવિધા ના કામો અનેક વિસ્તારોમાં થયા નથી જેના કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના બોપલ- ઘુમા રોડ ઉપર પ્લેઝર ક્લબ નજીક આવેલા ગુલમોહર નિર્વાણ સોસાયટી નજીક ગટર ઉભરાવવાની અને તૂટેલા રોડની સમસ્યા છેલ્લા કેટલાય સમયથી છે. જેના કારણે થઈને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદો કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટને બોપલ ઘુમા રોડ ઉપર ડ્રેનેજની અને રોડની સમસ્યાને લઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે નવી ડ્રેનેજ લાઈન નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. ઘુમા સંસ્કારધામ તરફ જતા રોડ ઉપર ડ્રેનેજ લાઈન નાખવાની છે પરંતુ તેના માટે રોડ ખોદવો પડે છે અને જે રોડ રોડ રાજ્ય સરકારના રોડ બિલ્ડિંગ વિભાગમાં આવે છે જેના માટેની વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં પત્ર લખી જાણ કરવામાં આવી છે જેથી રોડ ખોદવાની મંજૂરી આપવામાં આવશે જે બાદ કામગીરી શરૂ થશે.
ઘુમા વિસ્તારમાં આવેલા ગુલમોહર નિર્વાણ સોસાયટીની બહાર છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવવાની ખૂબ મોટી સમસ્યા સર્જાઈ છે. સોસાયટી દ્વારા ડ્રેનેજ કનેક્શન લેવામાં આવ્યું છે પરંતુ તેનું બધું પાણી બહાર ડ્રેનેજમાં ઉભરાય છે. ડ્રેનેજ કનેક્શન આપવામાં ન આવ્યું હોવાથી રોડના બહારના ભાગે ઉભરાય છે. ડ્રેનેજ લાઈન ન નાખી હોવાના કારણે રોડ ઉપર બધું પાણી જતું રહે છે લોકોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આખા રોડ ઉપર ગંદુ પાણી ઉભરાય છે જેના કારણે તીવ્ર વાસ પણ આવતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. ડ્રેનેજ લાઈન નાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં પાઇપો ઉતારી દેવામાં આવી છે પરંતુ કામ ચાલુ કરવામાં આવ્યું નથી. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોર્પોરેશન અને ભાજપના કોર્પોરેટરો દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી. ડ્રેનેજ લાઈન નાખી નથી જેના કારણે ગંદકી ફેલાય છે અને રોગચાળો ફેલાવવાની પણ શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતે અવારનવાર અનેક રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા ભારે રોજ ફેલાયો છે હવે ઝડપથી કોર્પોરેશન આ બાબતે નિરાકરણ લાવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *