ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ઝુંબેશ

Spread the love

 

ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ અને 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગરમાંથી બહાર પડેલા આ નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે.
સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી ચૂંટણી અને સંગઠન વિસ્તરણને ધ્યાનમાં રાખીને વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પાર્ટી સૂત્રો અનુસાર દરેક પ્રભારીને પોતાના વિસ્તારમાં બૂથ સ્તર સુધી સક્રિયતા વધારવા, સરકારની યોજનાઓ જનતા સુધી પહોંચાડવા અને કાર્યકરો સાથે સીધો સંવાદ વ્યવસ્થા મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે.
એવી ચર્ચા છે કે, કેટલાક જિલ્લાઓમાં આંતરિક અસંતોષ શાંત કરવાની કોશિશ પણ છુપાયેલી છે. કેટલાક વરિષ્ઠ નેતાઓને મહત્વના શહેરોની જવાબદારી સોંપાતા સંકેત મળી રહ્યા છે કે સંગઠનમાં ‘પરફોર્મન્સ’ હવે પ્રમોશનની ચાવી બનશે. આવનારા સમયમાં આ પ્રભારીઓની કામગીરી પર જ તેમની રાજકીય ઊંચાઈ નિર્ભર રહેશે, એવું રાજકીય વિશ્લેષકો માનતા દેખાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *