ભાવનગર શહેરમાં હોળી-ધુળેટી અનેં રમજાન માસને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

Spread the love

 

ભાવનગર શહેરમાં હોળી-ધુળેટી તથા રમજાન માસના પવિત્ર તહેવારોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસવડા દ્વારા નિલમબાગ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં હોળી-ધુળેટી તથા રમજાન માસના પવિત્ર તહેવારો દરમિયાન લોકો શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણમાં ઉજવણી કરી શકે તે હેતુસર ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ નિલમબાગ પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
અલ્કા ટોકીઝ, શેલરશા ચોક, આંબા ચોક, ખારગેટ, મામાકોઠા રોડ, બાર્ટન લાઇબ્રેરી અને હલુરિયા ચોક સુધી ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એસપી નિતેશ પાંડે, સિટી ડીવાયએસપી, સહિત પોલીસ કર્મચારીઓ અને જવાનો જોડાયા હતા તેમજ રૂટ પર આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *