હિન્દુ છોકરી-મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો, યુવક-યુવતી કચેરીમાં ને બહાર હિન્દુ સંસ્થાઓનો વિરોધ

Spread the love

અમદાવાદમાં વકીલના કપડાં પહેરાવીને છોકરીને કોર્ટમાં લવાઈ, યુવક-યુવતી કચેરીમાં ને બહાર હિન્દુ સંસ્થાઓનો વિરોધ

અમદાવાદના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો મચ્યો છે.
ગાંધીનગરના કારોલીની યુવતી અને કઠવાડાનો 27 વર્ષીય યુવક લગ્ન માટે કોર્ટમાં પહોંચ્યા છે. સંભવિત વિરોધને જોતા યુવતીને વકીલના કપડાં પહેરાઈને કોર્ટમાં લવાઈ હતી.હાલ તો બંને યુવક-યુવતી કચેરીમાં છે અને બહાર હિન્દુ સંસ્થાઓ વિરોધ કરી રહી છે.યુવક-યુવતી બંને વકીલના ડ્રેસમાં મેટ્રો કોર્ટમાં આવ્યા હતા જેથી વકીલોએ તેમનો વિરોધ કરી કારંજ પોલીસ મથકે જાણ કરી હતી અને બંને સામે કડક પગલાં લેવા માગ કરી છે.એમ.એમ.સૈયદ મેરેજ રજીસ્ટ્રાર પોતે મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણ ધરાવતા હોવાનો VHP અને બજરંગ દળે આક્ષેપ કર્યો છે. સાથે જ કેટલાક વકીલોનું કહેવું છે કે મેરેજ રજીસ્ટ્રેશન 11 વાગ્યે શરૂ થાય છે, પરંતુ છોકરો મુસ્લિમ હોવાથી 9:30 વાગ્યે બંનેને અહીં લાવવામાં આવ્યા હતા.બજરંગદળના કાર્યકર્તા ગણેશ વણઝારાએ જણાવ્યું કે અમારી હિન્દુ દીકરીને લવજેહાદમાં ફસાવાઈ છે. પાછળના દરવાજાથી યુવતીને વકીલના કપડામાં કચેરીમાં લઈ જવાઈ હતી. રજીસ્ટાર પ્રોટેક્શન આપે છે અને વકીલના કપડા પહેરાવીને અંદર રજીસ્ટર કરાવે છે. દીકરીને અમારી અને પરિવાર સાથે વાત કરાવવામાં આવે તેવી અમારી માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *