. ડર્ટી બોમ્બ વિસ્ફોટ દ્વારા રેડિયોધર્મી ધૂળ ફેલાવીને પાણી અને ખોરાકને દૂષિત કરે છે. ઈરાન તકનીકી રીતે ડર્ટી બોમ્બ બનાવવામાં સક્ષમ છે
પરમાણુ હથિયાર (Nuclear Weapon) બનાવવા માટે યૂરેનિયમને લગભગ 90 ટકા સુધી સંવર્ધિત કરવું પડે છે. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ઈરાન આ હાલની સામગ્રીથી ડર્ટી બોમ્બ (Dirty Bomb) બનાવી શકે છે?
Dirty Bomb શું છે ?
ડર્ટી બોમ્બને રેડિયોલોજિકલ ડિસ્પર્સલ ડિવાઈસ (RDD) કહેવામાં આવે છે. આ પરમાણુ બોમ્બ નથી હોતો અને તેમાં કોઈ પરમાણુ શ્રૃંખલા પ્રતિક્રિયા કે વિખંડન થતું નથી. આ એક એવું ઉપકરણ છે કે જેમાં સાધારણ વિસ્ફોટક જેમાં ડાયનેમાઈટ અથવા અન્ય પરંપરાગત બોમ્બને રેડિયોએક્ટિવ પદાર્થ સાથે ભેળવવામાં આવે છે. તેનો ઉદેશ્ય પરમાણુ વિસ્ફોટ કરવાનો નહીં, પણ કોઈ વિસ્તારમાં રેડિયોધર્મી પ્રદૂષણ ફેલાવવાનું થાય છે.
ડર્ટી બોમ્બમાં ઉપયોગમાં લેવાતું રેડિયોધર્મી પદાર્થ ઘણાં સ્ત્રોતોથી મળી શકે છે. જેમાં ચિકિત્સા ઉપકરણો, ઔદ્યોગિક ઉપકરણોથી, સંશોધન સંસ્થાનોમાંથી અથવા કોઈ દેશની પાસે રહેલા અત્યાધિક સંવર્ધિત યૂરેનિયમ તેના સ્ત્રોત છે.
ડર્ટી બોમ્બ કેવી રીતે કામ કરે છે?
રેડિયોધર્મી (Redioactive) પદાર્થને વિસ્ફોટક દ્વારા ચારે બાજૂ પેક કરવામાં આવે છે. તેને ડ્રોન, વાહન અથવા ત્યાં સુધી કે બેલેસ્ટિક મિસાઈલ (Missile) થી પણ લઈ જઈ શકાય છે. લક્ષ્ય સાથે ટકરાયા પછી વિસ્ફોટક જોરદાર બ્લાસ્ટ કરે છે. બાલ્સ્ટના શોકવેવ, ગર્મી અને દબાણથી રેડિયોધર્મી પદાર્થ ધૂળ ને માટીના કણોમાં ભળીને હવામાં ફેલાય છે. આ કરણ આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે કેટલાક શહેરી બ્લોક્સની અંદર જમીન પર પડે છે. તેનાથી જમીન, ઈમારતો, વાહન, લોકો, હવા ને કદાચ પાણી તથા ભોજન પણ દૂષિત થઈ શકે છે.
તેમાં પરમાણુ વિસ્ફોટ થતો નથી અને મશરૂમ ક્લાઉડ જેવા દ્રશ્યો પણ સર્જાતા નથી. આ પરમાણુ બોમ્બની જેમ ભારે તબાહી પણ મચાવી શકે તેમ નથી. તેનો ઉદેશ્ય સામુહિક હત્યાથી વધારે દહેશત, અફરાતફરી અને આર્થિક નુકશાન પહોંચાડવાન છે. તેને એરિયા ડિનાયલ વેપન પણ કહેવામાં આવે છે, એટલે કે આવું હથિયાર જે કોઈ વિસ્તારને લાંબા સમય સુધી ઉપયોગ કરવાને લાયક રહેવા દેતું નથી. ત્યાં સુધી કોઈપણ દેશ અથવા આતંકી સંગઠને હજી સુધી ડર્ટી બોમ્બનો ઉપયોગ કર્યો નથી. આ લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફોર્મ્યુલાનો હજી સુધી ઉપયોગ થયો નથી.
શું ઈરાન હથિયાર બનાવી શકે તેમ છે?
તકનીકી દ્રષ્ટિએ ડર્ટી બોમ્બ પરમાણુ બોમ્બની સરખામણીએ બનાવવો ઘણો આસાન છે. તેના માટે જટિલ પરમાણુ ડિઝાઈનની જરૂર નથી. જો કોઈ દેશ પાસે રેડિયોધર્મી સામગ્રી, વિસ્ફોટક તકનીક અને વૈજ્ઞાનિક કુશળતા છે, તો તે સૈદ્ધાંતિક રીતે આવું ઉપકરણ તૈયાર કરી શકે છે. ઈરાન પાસે પરમાણુ કાર્યક્રમ, વૈજ્ઞાનિક ઢાંચો અને વિસ્ફોટક વિશેષજ્ઞતા છે.માટે સંભાવનાને સંપૂર્ણપણે ફગાવી શકાય તેમ નથી.
શું ઈરાન આનો ઉપયોગ કરશે?
વિશ્લેષકોનું માનવું છે કે આની સંભાવના બેહદ ઓછી છે. આવું પગલું ઉઠાવવાનો મતલબ હશે કે અમેરિકા અને ઈઝરાયલ જેવા પરમાણુ શક્તિ સંપન્ન દેશોને સીધો પડકાર ફેંકવો. તેનાથી ગંભીર સૈન્ય ટકરાવ અને કદાચ વળતી ભીષણ કાર્યવાહીની પ્રચંડ શક્યતા વધી જાય તેમ છે. કોઈપણ દેશ માટે આવું જોખમ ઉઠાવવું બેહદ મોટો અને ખતરનાક ફેંસલો હશે.