ભારતીય વાયુસેનાનું Su-30 MKI ફાઈટર જેટ ઉડાન ભરતા રડારમાંથી ગાયબ, પહાડો પરથી આવ્યા ધડાકાના અવાજ

Spread the love

અસમના કાર્બી આંગલોંગ જિલ્લામાં એરફોર્સનું એક સુખોઈ Su-30MKI વિમાન ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. શરૂઆતી જાણકારી અનુસાર આ વિમાન જોરહાટથી ઉડાન ભરી રહ્યું હતું અને સાંજના સમયે ચોકીહોલાની પાસે નીલિપ બ્લોકના દુર્ગમ પહાડી વિસ્તારમાં ક્રેશ થયું છે. સ્થાનિક લોકોએ સાંજે પહાડો પરથી એક બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો.

જેને લઈને લોકો ચોંકી ઉઠ્યા હતા, સાથે જ આસપાસના વિસ્તારમાં પણ આ વાત તુરંત ફેલાઈ હતી.

પ્લેન ક્રેશ બાદ પહાડો પરથી ધુમાડો ઉડતો દેખાયો જેના કારણે આસપાસના ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ચોકીહોલા અંતર્ગત આવતા આ પહાડી વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ઘણી અઘરી છે. જેથી સ્થળ સુધી પહોંચવા માટે એક મોટો પડકાર ઉઠ્યો હતો.

જોકે આ અકસ્માતમાં પાયલટ ગાયબ છે. સાથે જ વાયુસેના દ્વારા પણ આ દુર્ઘટનાને લઈને પુષ્ટિ કરી દેવામાં આવી છે. ઘટના બાદ તુરંત સર્ચ અને રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે રાતના અંધારામાં આ વિસ્તારમાં આ ઓપરેશનને લઈને મોટા પડકારો સામે છે. ભારતીય વાયુસેના દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું કે સાંજે 7:42 વાગ્યે છેલ્લી વાર વિમાન સાથે સંપર્ક થયો હતો.

આપને જણાવી દઈએ કે સુખોઈ-30 એમકેઆઈ ઈન્ડિયન એરફોર્સનું સૌથી તાકાતવર અને મલ્ટી રોલ ફાઈટર જેટ છે. જેને રશિયાના સુખોઈ ડિઝાઈન બ્યૂરો દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના આ ફાઈટર જેટનો વિશેષ રૂપે ઉપયોગ કરે છે. MKIનો અર્થ મોર્ડનાઇઝ્ડ, કમર્શિયલ અને ઈન્ડિયન થાય છે. આ વિમાન હવાથી હવા, હવાથી જમીન અને દરિયાઈ લક્ષ્‍યો પર હુમલો કરવા માટે સક્ષમ છે.

આ ફાઈટર જેટની સૌથી મોટી ખાસિયતની જો વાત કરીએ તો તેમાં સુપર મેન્યુવરેબિલિટી, લાંબી મારક ક્ષમતા અને 2 એન્જિન વાળી શક્તિશાળી ડિઝાઈન છે. સુખોઈ-30 એમકેઆઈ બ્રહ્મોસ જેવી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને લઈ જવામાં સક્ષમ છે, જેથી તેની સ્ટ્રાઈક કેપેસિટી ઘણી વધી જતી હોય છે. આમાં આધુનિક એવિયોનિક્સ, મલ્ટી ફંક્શન રડાર, થ્રસ્ટ વેક્ટર કંટ્રોલ અને લાંબી દૂરની ઉડાન ભરવાની ક્ષમતા છે. આ લડાકુ વિમાનને ઈન્ડિયન એરફોર્સની કરોડરજ્જુ માનવામાં આવે છે. દેશની વાયુસેનામાં આ ફાઈટર જેટની મહત્વની ભૂમિકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *