ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડિયા, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક વચ્ચે PAN ડેટા શેરિંગ કડક, ITR-GST મિસમેચ પર તરત નોટિસ

Spread the love

 

ભારત સરકારના ટેક્સ વિભાગો (Income tax) દ્વારા કરદાતાઓની માહિતી પર વધુ કડક નજર રાખવામાં આવી રહી છે. ઇન્કમ ટેક્સ (IT) અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગો વચ્ચે પાનકાર્ડ (PAN) આધારિત ડેટા શેરિંગને મજબૂત કરવામાં આવ્યું છે, જેના કારણે GST ટર્નઓવર અને ITRમાં દર્શાવેલી આવક વચ્ચેની વિસંગતતાઓ હવે આપમેળે પકડાઈ જશે.

અત્યાર સુધી બંને વિભાગો અલગ-અલગ ડેટા પર કામ કરતા હતા, પરંતુ હવે PANને કેન્દ્રમાં રાખીને ડેટા એકીકૃત થઈ રહ્યો છે.આના કારણે પ્રોપર્ટી ખરીદી, વિદેશી રેમિટન્સ, કેશ ટ્રાન્ઝેક્શન્સ કે TDS જેવી વિગતો સીધી GST પોર્ટલ સાથે લિંક થશે અને વિસંગતતા જોવા મળે તો તાત્કાલિક નોટિસ મોકલાશે. બજેટ 2026માં આ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે કમ્પ્લાયન્સને સરળ બનાવવા અને ડેટા વેરિફિકેશનને ઓટોમેટેડ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

 

પાનકાર્ડ આધારિત ડેટા શેરિંગ મજબૂત

PAN આધારિત ડેટા શેરિંગની નવી વ્યવસ્થા અત્યાર સુધી IT વિભાગ આધાર અને PANના આધારે ડેટા વેરિફિકેશન કરીને નોટિસ મોકલતો હતો. હવે GST વિભાગ પણ PANને આધાર બનાવીને ડેટા વેરિફિકેશન કરશે, જેના કારણે બંને વિભાગો વચ્ચે રીઅલ-ટાઇમ ડેટા શેરિંગ શક્ય બનશે.ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ રૂલ્સ 2026 અનુસાર, PANને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, અન્યથા રિફંડ બ્લોક થઈ શકે છે અને TDS/TCS વધારે કપાશે.આ વ્યવસ્થા GSTડેટાને IT વિભાગ માટે વધુ ઉપયોગી બનાવે છે, જેમ કે રેસ્ટોરાં અને અન્ય વ્યવસાયોમાં ટર્નઓવર સપ્રેશનની તપાસમાં.

 

2026માં ટર્નઓવર અને આવકની વિસંગતતા પર તાત્કાલિક નોટિસ

પ્રોપર્ટી ખરીદી પર કપાયેલ TDSની વિગતો, જેમાં નોન-રેસિડન્ટ માટે PAN-આધારિત ચલાનની વ્યવસ્થા છે.વિદેશમાં નાણાં મોકલવા (Foreign Remittance) પરનો TDS અને કેશ ટ્રાન્ઝેક્શન્સ જેમ કે બેંકમાં રોકડ જમા/ઉપાડ જેમાં PAN ફરજિયાત છે.અન્ય હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ જેમ કે ક્રિપ્ટો એક્સચેન્જ પરના વ્યવહારો, જેની માહિતી ટેક્સ વિભાગ સાથે શેર કરવી પડશે.આ બધી માહિતી સીધી GST રિટર્ન સાથે મેચ થશે. જો GST રિટર્નમાં વિસંગતતા (mismatch) જોવા મળશે તો સિસ્ટમ આપમેળે નોટિસ જનરેટ કરશે, જેમ કે GST ટર્નઓવર અને ITR આવક વચ્ચેની અસમાનતા પર.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *