આવશ્યક બિન ઘરેલું સેક્ટર જેવા કે સ્કૂલ, હોસ્પિટલ સિવાયના બિન ઘરેલું સેક્ટરમાં એલપીજી ગેસના સપ્લાયને ઈન્ડીયન ઓઈલ, ભારત પેટ્રોલીયમ અને હિંદુસ્તાન પેટ્રોલીયમની ત્રણ સભ્યોની સમીતી દ્વારા રીવ્યુ કરવામાં આવશે. : બિન ઘરેલું ગેસ માટે ત્રણ સભ્યોની કમિટી સમક્ષ મેઇલ થી ગેસની માંગણી કરી શકાશે જ્યારે સમિતિ સ્વીકારે છે કે દરેકની માંગને નહીં સંતોષી શકાય : શું બીજા બિન ઘરેલું સેક્ટરને એલપીજી ગેસના પુરવઠાની સપ્લાય રોકવામાં આવી છે? :
ગેસ અછતને લીધે કાળા બજારીની ફરિયાદો મળી છે. ૧૯૦૨ રૂપિયાના બિન ઘરેલું કોમર્શિયલ સિલિન્ડર ની કાળા બજારીની કિંમત ૨૭૦૦, ૩૦૦૦ અને ૩૫૦૦ રૂપિયાની વસુલાઈ રહી છે?:આશરે દસ લાખ લોકો ખાણી પીણી, રેસ્ટોરન્ટ, કાફે, હોટલ ઉદ્યોગ જોડે સંકળાયેલા છે, તેમના ઉપર ગંભીર અસર તેવી શક્યતા છે. : ભારત સરકારે એલપીજી ગેસના પુરવઠા મુદ્દે નાગરિકોને માહિતગાર કરવા જોઈએ અને કાળા બજારી રોકવા માટે નકકર પગલાં લેવા જોઈએ.: ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં વર્તમાન જીઓ-પોલિટિકલ પરિસ્થિતિએ ગુજરાત અને ભારતના એલપીજી ગેસના પુરવઠાના સપ્લાયના મુદ્દે ચિંતા વધારી છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધ ના કારણે સામાન્ય જનતા વિકટ પરિસ્થિતિમાં મુકાય ગઈ છે. ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી જાહેર સાહસની સંસ્થાના બિન ઘરેલું ગેસના પુરવઠાનાં સપ્લાયના નિર્ણયે ગુજરાત અને ભારતના નાગરિકોને ચોંકાવી દીધા છે. ત્રણે જાહેર સાહસની સંસ્થાઓએ નિર્ણય લીધો છે કે આવશ્યક બિન ઘરેલું સેક્ટર જેવા કે સ્કૂલ, હોસ્પિટલ સિવાયના બિન ઘરેલું સેક્ટરમાં એલપીજી ગેસના સપ્લાયને રીવ્યુ કરવામાં આવશે. શું તેનો મતલબ એ સમજવો કે હાલ પૂરતા બીજા બિન ઘરેલું સેક્ટરને એલપીજી ગેસના પુરવઠાની સપ્લાય રોકવામાં આવી છે ? શું હોટેલ રેસ્ટોરન્ટ, સોપારી ઉદ્યોગો, મેટલ કટિંગ, કાસ્ટીંગ અને કપડા સૂકવવાની પ્રક્રિયા માં વપરાતો ગેસ તે ઉદ્યોગો નહીં મળી શકે? હાલ કોમર્શિયલ સિલિન્ડરના ઉપયોગ માં કાપ મૂકવા માં આવી રહ્યો છે, તો આવનારા સમયમાં ઘરેલું એલપીજી ગેસ અછત ઉભી થવાની છે? બિન ઘરેલું ગેસ માટે ત્રણ સભ્યોની કમિટી રચવામાં આવી છે અને તેમની સમક્ષ મેઇલ થી ગેસની માંગણી કરી શકાશે જ્યારે સમિતિ પોતે સ્વીકારે છે કે દરેકની માંગને નહીં સંતોષી શકાય. ગેસ અછતને લીધે ઘણી જગ્યાએ થી કાળા બજારી ની ફરિયાદો મળે છે. ૧૯૦૨ રૂપિયાના બિન ઘરેલું કોમર્શિયલ સિલિન્ડરની કાળા બજારીની કિંમત ૨૭૦૦,૩૦૦૦ અને ૩૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ તેવી વાતો સામે આવી છે. કેટલાક લેભાગુ તત્વો દ્વારા યુદ્ધની પરિસ્થિતિનો દુરુપયોગ કાળાબજારી માટે કરવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે તેને રોકવા સરકારે તાકીદે પગલા લેવા પડશે. બિન ઘરેલું ગેસની સપ્લાય યુદ્ધના લીધે સંપૂર્ણ રીતે અછત ઊભી થઈ છે તે જાહેર સાહસ જેવા કે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સંસ્થાઓના નિર્ણય થી ખબર પડે છે. જાહેર સાહસ સંસ્થાઓ દ્વારા વિક્રેતાને અપાતા ૧૦૦ થી ૨૦૦ રૂપિયાના ડિસ્કાઉન્ટને બંધ કરવામાં આવ્યો છે તેવી ફરિયાદ મળી છે. ઘરેલું ગેસને પૂરો થાય પછી ફરી નોંધવાના મુદ્દતના દિવસો ને વધારી ૨૫ કરવામાં આવ્યા છે. બિન ઘરેલું એલપીજી ગેસના પુરવઠાની અછતના લીધે ખાણી પીણી, રેસ્ટોરન્ટ, કાફે, હોટલ ઉદ્યોગ ને ગંભીર અસર થાય તેવી શક્યતા છે. તે ધંધા રોજગાર જોડે આશરે ૧૦ લાખથી વધુ લોકો જોડાયેલા છે તેમના રોજગાર ઉપર ગંભીર અસર થશે. ગુજરાતમાં અલગ અલગ શહેરમાં પ્રવાસે આવેલા લોકોને ભોજન માટે હેરાન પરેશાન થવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે. ભારત સરકારે એલપીજી ગેસના પુરવઠા મુદ્દે નાગરિકોને માહિતગાર કરવા જોઈએ અને કાળા બજારી રોકવા માટે નકકર પગલાં લેવા જોઈએ.

