મોદી સરકારના ધડાધડ નિર્ણયો! ચીન માટે બદલાઈ ભારતની પોલિસી, રોકાણ નિયમોમાં છૂટછાટ

Spread the love

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મંગળવારે અનેક મહત્વના નિર્ણયો પર મહોર લગાવી છે. આ નિર્ણયોમાં ભારતની વિદેશ નીતિ અને આર્થિક વિકાસને વેગ આપવા માટે ચીન સહિત પડોશી દેશો માટે રોકાણના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

જોકે, હવે સરકારે આ નિયમોમાં ઢીલ આપી છે, જેના પરિણામે હવે 24% સુધીના એફડીઆઈ (FDI) માટે પૂર્વ મંજૂરીની જરૂરિયાતમાંથી મુક્તિ મળી શકે છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે નીતિ આયોગ અને ઇકોનોમિક સર્વેમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતની ભાગીદારી વધુ મજબૂત કરવા માટે ચીની રોકાણ પરના પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવા જોઈએ.

જલ જીવન મિશન 2.0 ને લીલી ઝંડી

કેન્દ્રીય કેબિનેટે 8.7 લાખ કરોડ રૂપિયા ના જંગી ખર્ચ સાથે જલ જીવન મિશન 2.0 ને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નવા તબક્કામાં સર્વિસ ડિલિવરી પર વધુ ફોકસ કરવામાં આવશે, જેથી દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી શકાય.

 

મદુરાઈ એરપોર્ટ હવે ‘ઇન્ટરનેશનલ એરપોર્ટ

તામિલનાડુના મંદિરોના શહેર તરીકે જાણીતા મદુરાઈના એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી દક્ષિણ તામિલનાડુમાં પર્યટન અને વેપાર ક્ષેત્રે મોટો વેગ મળશે. વિશેષ કરીને વિદેશી શ્રદ્ધાળુઓ અને વેપારીઓ માટે હવે સીધા મદુરાઈ પહોંચવું વધુ સરળ બની જશે, જે અંતે આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસ અને પ્રગતિમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

IBC બિલ 2025 અને કોર્પોરેટ લોમાં સુધારા

સરકારે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) બિલ 2025 માં ફેરફારોને પણ મંજૂરી આપી છે. આનો મુખ્ય હેતુ કંપનીઓના દેવા ઉકેલની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત કોર્પોરેટ લો એમેન્ડમેન્ટ બિલને પણ મંજૂરી મળી છે.

પીયૂષ ગોયલનું નિવેદન

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે અગાઉ સંકેત આપ્યા હતા કે સમય અને સંજોગો બદલાતા નિયમોમાં ફેરફાર જરૂરી છે. ભારત હવે એવા રોકાણોને પ્રોત્સાહન આપી રહ્યું છે જે ભારતની ટેકનોલોજીઅને વિઝન સાથે સુસંગત હોય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *