પેથાપુરની સીમમાં ધમધોકાર હાઈ પ્રોફાઈલ જુગારધામમાં 21 શકુની પકડાયા, ખેતરની જગ્યા કોની? સટ્ટાનો મુખ્ય સૂત્રધાર કોણ?

Spread the love

 

પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાં ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. LCBએ લકઝરી ગાડીઓ લઈને જુગાર રમવા આવેલા 21 જુગારીઓને 2 લાખની રોકડ સહિત 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સપાટો બોલાવી છે. જોકે આ દરોડામાં મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

LCBએ ચારેય દિશા કોર્ડન કરી 21 જુગારીઓને ઝડપી પાડ્યા ગાંધીનગર LCBને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ફતેપુરાથી દિપેશ્વરી મંદિર તરફ જવાના માર્ગે ડાબી બાજુએ આવેલા એક ખુલ્લા ખેતરમાં ગુડુ ભદોરિયા નામનો શખ્સ બહારથી જુગારીઓને બોલાવી મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છતાં સ્થાનિક પોલીસ ઉંઘતી રહે છે. જેના પગલે LCBની ટીમો જુગારધામ પર ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે અગાઉથી ચારેય દિશા કાર્ડન કરી 21 જુગારીઓને આબાદ રીતે ઝડપી લીધા હતા.

જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ

જુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (કુબેરનગર, અમદાવાદ), નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રામોલ, અમદાવાદ), રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (નારોલ, અમદાવાદ), રણજીત જગતસિંહ યાદવ (પેથાપુર, ગાંધીનગર), સંદિપ મુકેશભાઈ રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (નવા વાડજ, અમદાવાદ), દિનેશ અત્તરસિંગ કુશવાહ (ચાંદલોડીયા, અમદાવાદ), રાજેન્દ્ર લક્ષ્મણસિંગ યાદવ (પીંપળજ, અમદાવાદ), પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (ચાંદલોડીયા, અમદાવાદ), રાહુલસિંગ અનારસિંગ પરીહાર ઠાકુર (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત અન્યોના નામ સોનુંસિંગ રામબિહારી જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ,), મુકેશભાઈ કનુભાઇ ભરવાડ (નારોલ, અમદાવાદ), સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (મેઘાણીનગર, અમદાવાદ), ધીરેન અમરસિંહ રાઠોડ (ચાંદલોડીયા, અમદાવાદ), જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (મેઘાણીનગર, અમદાવાદ,), બબલુ રામસેવક રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (ન્યુ રાણીપ, અમદાવાદ), અરવિંદ જગદીશ પાંડે (ચાંદલોડીયા), જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ), માનસિંઘ રામવંશ કુશવાહ (ચાણક્યપુરી, અમદાવાદ,) અને ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.

2.04 લાખ રોકડા સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો આ અંગે PI ડી બી વાળાએ કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ગુડુ ભદોરીયાએ આ તમામ લોકોને જુગાર રમવા માટે ખેતરમાં વ્યવસ્થા કરી આપી હતી. તે બદલ 5,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. આ જુગારીઓ મોટાભાગે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતની છે. જુગારીઓ પાસેથી 2.04 લાખ રોકડા, રૂ.1.25 લાખના 21 મોબાઇલ ફોન તેમજ વાહનો મળીને કુલ રૂ.21.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *