એક કાર… એક પરિવાર… અને એક અજાણ્યો રસ્તો…બધું જ સામાન્ય લાગતું હતું, પણ કોને ખબર હતી કે આ મુસાફરી કોઈના જીવનની છેલ્લી સફર સાબિત થશે?…આ એવી ઘટના છે કે જેણે આખા દેશને હચમચાવી દીધો છે…
પહેલા ગળું કાપ્યું…પછી કચડી નાંખી
કર્ણાટકના કલબુર્ગીમાં બનેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે…એક શખ્સે જેની સાથે સાત ફેરા લીધા હતા, તે જ પત્નીની જાહેર રસ્તા પર ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી.
આ ઘટનાનો સૌથી આઘાતજનક પાસું એ છે કે જ્યારે આ અત્યાચાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર લોકો મૂકપ્રેક્ષક બની ગયા હતા…કોઈએ મહિલાને બચાવવાની હિંમત ન કરી, ઉલટાનું લોકો આ ભયાનક દૃશ્યોને મોબાઈલમાં કેદ કરતા રહ્યા…આ બાબત સમાજમાં ઘટતી જતી સંવેદના અને “વીડિયો વાયરલ” કરવાની માનસિકતા પર ગંભીર સવાલ ઉઠાવે છે…
ઘટનાની વિગત પર નજર કરીએ
સ્થળ: અફજલપુર વિસ્તાર, કલબુર્ગી જિલ્લો, કર્ણાટક
મૃતક: શૈલા (28 વર્ષ), રહેવાસી- બારામતી
આરોપી: અક્ષય અને તેના માતા-પિતા
લગ્ન જીવન: અંદાજે 4 વર્ષ
પત્ની સાથે કારમાં સવારી
આરોપી અક્ષય તેની પત્ની અને માતા-પિતા સાથે કારમાં જઈ રહ્યો હતો…રસ્તામાં પૂર્વ આયોજિત કાવતરા મુજબ સુમસામ રસ્તે કાર ઉભી રાખી પત્નીને બહાર કાઢી ધારદાર હથિયારના ઘા ઝીંક્યા..ઘાયલ મહિલા જીવ બચાવવા ભાગી રહી હતી ત્યારે તેના પર કાર ચઢાવી કચડી નાખી…ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું.
પોલીસે ત્વરિત એક્શન લેતા આરોપી પતિ અને તેના માતા-પિતાની ધરપકડ કરી છે…હત્યા પાછળનું કારણ કૌટુંબિક કંકાસ અને શંકા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
તો આ વસ્તુઓની કિંમત વધી જશે! ઈરાન યુદ્ધની અસર, ઘર-હોસ્પિટલમાં થાય છે ઉપયોગ
સંબંધોનું ખૂન…અને માનવતાની હાર! કર્ણાટકના કલબુર્ગીમાં જે બન્યું, તે સાંભળીને પથ્થર દિલના માણસની પણ આત્મા કાંપી ઉઠે…એક પતિ જે રક્ષક બનવાના સોગંદ લે છે, તે જ ભક્ષક બનીને પત્નીને રસ્તા વચ્ચે કાપી નાખે છે અને પછી નિર્દયતાથી કાર નીચે કચડી નાખે છે.
આ વીડિયો માત્ર એક ગુનાનો પુરાવો નથી, પણ આપણા સમાજની મરી પરવારેલી સંવેદનાનો છે. શું આપણે એટલા નિર્દય બની ગયા છીએ કે કોઈનો જીવ જતો હોય અને આપણે માત્ર વ્યુઝ અને વાયરલ કન્ટેન્ટની ચિંતા કરીએ? યાદ રાખો, મૌન રહીને ગુનો જોવો એ પણ એક ગુનો જ છે…પોલીસે આરોપી પતિ અને સાસરી પક્ષની ધરપકડ કરી લીધી છે, પરંતુ શું કાયદાનો ડર આવા હેવાનોને રોકી શકશે? અને શું સમાજ ફરી ક્યારેય સંવેદનશીલ બનશે? તે સૌથી મોટો સવાલ છે.