ટ્રેડર્સ અને રોકાણકારો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલથી બદલાઈ જશે સ્ટોક માર્કેટના આ નિયમો

Spread the love

Share Market New Rules: આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણી વસ્તુઓ બદલાવાની છે. શેરબજાર સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં પણ 1 તારીખથી બદલાવા જઈ રહ્યા છે. 1 એપ્રિલ 2026થી ભારતીય શેરબજાર (NSE અને BSE) માટે ઘણા નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ બદલાવોની સીધી અસર ટ્રેડર્સ, રોકાણકારો અને F&O (ફ્યુચર એન્ડ ઓપ્શન) બિઝનેસ કરનારાઓ પર પડશે.

સેબી (SEBI), ઇન્કમ ટેક્સ વિભાગ અને બ્રોકરેજ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ બદલાવોથી ટ્રેડિંગ કોસ્ટ (ખર્ચ) વધી શકે છે અને ટેક્સેશન સંબંધિત નિયમો કડક થઈ જશે.

 

F&O ટ્રેડિંગમાં STTમાં વધારો

ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) સેગમેન્ટમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવામાં આવ્યો છે. જાણો તેમાં શું બદલાવ કરવામાં આવ્યો છે?

 

ફ્યુચર્સ પર STT 0.02%થી વધીને 0.05% થઈ ગયો છે.

ઓપ્શન્સ પ્રીમિયમ પર STT 0.10%થી વધીને 0.15% થઈ ગયો છે.

ઓપ્શન્સ એક્સરસાઇઝ પર STT 0.125%થી વધીને 0.15% થઈ ગયો છે.

આ બદલાવ માત્ર F&O પર જ લાગુ છે. ઇક્વિટી સેગમેન્ટ પર STTના દરો પહેલા જેવા જ રહેશે. આનાથી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ મોંઘું થશે અને નાના ટ્રેડર્સનો ખર્ચ વધી શકે છે.

 

શેર બાયબેક પર નવો ટેક્સ નિયમ

શેર બાયબેક કરવાથી મળતા રૂપિયા હવે કેપિટલ ગેઈન્સ તરીકે ટેક્સપાત્ર રહેશે. પહેલા તેને ડિવિડન્ડ ઇનકમ માનવામાં આવતી હતી અને અલગથી કેપિટલ લોસ ક્લેમ કરી શકાતો હતો. નવા નિયમ હેઠળ વ્યક્તિગત પ્રમોટર્સ પર 30% ટેક્સ અને પ્રમોટર કંપનીઓ પર 22% ટેક્સ લાગશે. આ બદલાવ નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થશે.

 

ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડની આવક પર કડકાઈ

મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી આવક અને ડિવિડન્ડને સખત રીતે ‘ઇનકમ ફ્રોમ અધર સોર્સીસ’માં રાખવામાં આવશે. અગાઉ સેક્શન 93 હેઠળ 20% સુધીના વ્યાજ ખર્ચને બાદ કરવાની છૂટ હતી, પરંતુ હવે આ સુવિધા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ આવક સામે હવે કોઈ પણ વ્યાજ ખર્ચ કાપી શકાશે નહીં.

 

નવું માર્જિન ફ્રેમવર્ક અને બ્રોકરેજ

સેબી (SEBI) તરફથી F&O ટ્રેડર્સ માટે નવું માર્જિન ફ્રેમવર્ક લાગુ કરવામાં આવ્યું છે. ટ્રેડર્સ માટે કોલેટરલ (સિક્યોરિટીની રકમ)ના ઓછામાં ઓછા 50% રોકડ, FD અથવા બેન્ક ગેરંટી સ્વરૂપે રાખવા ફરજિયાત રહેશે. આનાથી માર્જિન ટ્રેડિંગ પર નિયંત્રણ વધશે અને જોખમ ઘટશે.

 

આ ઉપરાંત દિગ્ગજ બ્રોકરેજ કંપની Zerodha દ્વારા કેટલાક ઇન્ટ્રાડે ડેરિવેટિવ ટ્રેડ્સ પર બ્રોકરેજ ફી બમણી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 1 એપ્રિલે ટ્રેડિંગ ચાલુ રહેશે પરંતુ તે ‘સેટલમેન્ટ હોલીડે’ રહેશે. ઝેરોધા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, 31 માર્ચના રોજ કરેલો ઇન્ટ્રાડે પ્રોફિટ અને F&O ક્રેડિટ 2 એપ્રિલથી જ ટ્રેડિંગ અથવા બેન્ક વિડ્રોઅલ માટે ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *