રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં મહત્ત્વનો નિર્ણય લેતા 35 જેટલા પોલીસ અધિકારીઓની આંતરિક બદલી અને વધારાના ચાર્જ સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં DySP અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના વર્તમાન હોદ્દા ઉપરાંત નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આ યાદીમાં સુરત, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, સાબરકાંઠા, મહેસાણા અને અમરેલી સહિતના જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે.