સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની નવાજૂની : મહેસાણા પાલિકાની પહેલી ચૂંટણી, સુરતમાં પાટીદારોનો રાફડો ફાટ્યો

Spread the love
Sthanik swarajya election in gujarat : રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાવાની છે. તારીખો નજીક આવતા જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં નિરીક્ષકોની ટીમો અલગ અલગ વિસ્તારોમાં પહોંચી રહી છે…જ્યાં ટિકિટ વાંચ્છુકો પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાયું

ગુજરાતભરમાં રાજકીય ગરમાવો બન્યો તેજ

26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી

ભાજપમાં સેન્સની પ્રક્રિયા, દાવેદારોમાં દોડધામ

દિગ્ગજોની દાવેદારી, સૌને જોઈએ છે ટિકિટ

સૌથી પહેલા વાત પાટનગર ગાંધીનગરની…

અહીં કુલ 178 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લા પંચાયતની 28, કલોલ તાલુકા પંચાયતની 22, કલોલ નગરપાલિકાની 44, દહેગામ તાલુકા અને નગરપાલિકાની 28-28 અને માણસા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચિલોડાના SP રિસોર્ટ ખાતે દાવેદારોનો ભારે જમાવડો જોવા મળ્યો. ગાંધીનગરમાં કુલ 178 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ.

 

મહેસાણાના મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી

મહેસાણા શહેરમાં આ વખતે ખાસ ઉત્સાહ છે. મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે. 13 વોર્ડની 52 બેઠકો માટે 450થી વધુ દાવેદારોએ અરજી કરી. આજે વોર્ડ 1 થી 6 માટે સેન્સ લેવાયું. જ્યારે આવતીકાલે બાકીના વોર્ડ માટે પ્રક્રિયા હાથ ધરાશે.

 

મહેસાણામાં 52 બેઠકો માટે 450થી વધુ દાવેદારોની અરજી

મહેસાણામાં આજે વોર્ડ 1 થી 6 માટે સેન્સ લેવાયું

આવતીકાલે બાકીના વોર્ડ માટે પ્રક્રિયા હાથ ધરાશે

અમદાવાદના 6 અલગ અલગ સ્થળોએ વિધાનસભા મુજબ સેન્સ

અમદાવાદ મહાનગરપાલિકા માટે પણ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શહેરના 6 અલગ અલગ સ્થળોએ વિધાનસભા મુજબ સેન્સ લેવાઈ રહ્યું છે. દરિયાપુર વિધાનસભા હેઠળ આવતા શાહપુર, દરિયાપુર, અસારવા અને શાહીબાગ વોર્ડમાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા હતા. શાહીબાગના રાણી સતી મંદિર ખાતે ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી. જો કે અનેક કાર્યકરો નિરીક્ષકોના નામથી અજાણ હોવાનુંપણ સામે આવ્યું.

સુરતમાં પાટીદારોનો રાફડો ફાટ્યો

તો બીજી તરફ, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ રહ્યો. અહીં પાટીદાર સમાજના અનેક દિગ્ગજો ટિકિટ માટે મેદાનમાં છે. અલ્પેશ કથીરિયાના પત્ની અને ધાર્મિક માલવિયા સહિતના નામો ચર્ચામાં છે. ધાર્મિક માલવિયાના પત્ની અગાઉ આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિજેતા બન્યા હતા. આમ, સુરતમાં પાટીદાર સમાજના અનેક દિગ્ગજો ટિકિટ માટે મેદાનમાં ઉતર્યા છે.

 

અરવલ્લની સ્થિતિ

અરવલ્લી જિલ્લાની 30 જિલ્લા પંચાયત બેઠકો અને વિવિધ તાલુકા પંચાયતની કુલ 146 બેઠકો માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. આ ઉપરાંત, મોડાસા અને બાયડ નગરપાલિકાની 60 બેઠકો માટે પણ ભાજપના કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ એક પછી એક કાર્યકરો અને આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને સ્થાનિક સમીકરણો અંગે ચર્ચા કરી હતી.ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોડાસા અને બાયડ ખાતેના કેન્દ્રો પર સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. પક્ષ પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતાને આધારે નિરીક્ષકો દ્વારા વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ સેન્સ પ્રક્રિયાના રિપોર્ટના આધારે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા અંતિમ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે

 

એક તરફ ટિકિટ માટે દાવેદારો વચ્ચે જંગ છે. તો બીજી તરફ રાજકીય નિવેદનો પણ ગરમાવો વધારી રહ્યા છે. આવતા દિવસોમાં પાર્ટીઓ ઉમેદવારોની જાહેરાત કરશે. અને ત્યારબાદ સાચી ચૂંટણી જંગની શરૂઆત થશે. આવતા દિવસોમાં પાર્ટીઓ ઉમેદવારોની જાહેરાત કરશે. હવે નજર છે કે કોને ટિકિટ મળે છે, અને કોણ રહી જાય છે રેસમાંથી બહાર… કેમ કે આ ચૂંટણીમાં ટિકિટ જ જીતનો પ્રથમ પગથિયો માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *