સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ કોને ટિકિટ આપશે, આ લાયકાતવાળાને જ મળશે ટિકિટ

Spread the love
Sthanik swarajya election in gujarat : મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જ ગુજરાતમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિધાનસભા મુજબ આવતા વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપે નક્કી કરેલા નિરીક્ષકો સંભાળશે ટિકિટના દાવેદારોને 

શહેરમાં જુદા જુદા સ્થળોએ હાથ ધરાશે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ટિકિટ વાંછુકોને સાંભળીને રિપોર્ટ ચૂંટણી સમિતિ તરફ મોકલાશે. તો બીજી તરફ કોંગ્રેસ પણ કૂદી પડ્યું છે. આવામાં ભાજપના ટિકિટના નિયમો શું છે તે જાણી લઈએ.

 

ઉમેદવારોની પસંદગીના ધોરણો નક્કી

સિનિયર સિટિઝનને ટિકિટ નહીં!

ત્રણ વાર લડનારને વધુ એક મોકો નહીં!

એક પરિવારમાંથી એક જ ટિકિટ મળશે

ઈચ્છુક ઉમેદવારો માટે ફોર્મ જાહેર થયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. ભાજપની ચૂંટણી સમિતિએ મહત્વના નિર્ણયો લીધા છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવે. આ સાથે ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારને ફરી મોકો નહીં મળશે. તેમજ એક પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગઈકાલે બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે. આ સાથે ભાજપે ઉમેદવારી ફોર્મ પણ જાહેર કર્યું છે. જેમાં સંગઠનમાં નિભાવેલી જવાદારીઓની સાથે સાથે કોઈ કેસ છે કે નહીં, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ફોલોઅર્સની સંખ્યા પણ પુછવામાં આવી છે.

 

કોને મળશે ટિકિટ?

 

ભાજપે શરૂ કરી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોને સાંભળવામાં આવ્યા

નિરીક્ષકો પેનલ કરશે તૈયાર

ઉમેદવારોને ભરવાનું છે ફોર્મ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતા જ ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટમાં ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવી. અમદાવાદમાં વિધાનસભા મુજબ આવતા વોર્ડ પ્રમાણે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો સુરતમાં આજે સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યો.ગાંધીનગર જિલ્લાની 178 બેઠકો માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. તો વડોદરામાં આજે વોર્ડ 7, 14, 13, 15, 19, 11, 12 ના દાવેદારોએ સેન્સ આપી છે. આ તરફ રાજકોટમાં પણ આજે ભાજપના ટિકિટ પરથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા.

 

ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં

2027 પહેલા આ ચૂંટણી મહત્વની

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી

ભાજપે સેન્સ લેવાનું શરૂઆત કરી

તમામ પાસાને ધ્યાને લઈને પસંદગી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. આ ચૂંટણીઓને 2027ની વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર સમાન માનવામાં આવી રહી છે. જેથી ભાજપે તૈયારીઓ તેજ કરી છે. રાજ્યભરમાં જે પાલિકા કે પંચાયતમાં ચૂંટણી છે ત્યાં સેન્સ લેવામાં આવી રહી છે. ભાજપના હોદ્દેદારો પાદરા, પાટણ, જામનગર, ગોંડલ, મહેસાણા, વાપી શહેરમાં સેન્સ લેવા માટે પહોંચ્યા છે. દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. તમામ પાસાઓ અને સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ ઉમેદવારોની પસંદગી કરવા જઈ રહ્યું છે.

 

કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની તૈયારી

ખાસ બેઠકનું આયોજન કરાયું

સૌરાષ્ટ્રના તમામ નેતાઓ હાજર રહ્યા

ચૂંટણી અંગે ચર્ચાઓ કરવામાં આવી

કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાજકોટમાં છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો, પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠક થઈ. આ સાથે કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા. જેમની સાથે ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી.

 

યુવાઓને તક આપવામા આવશે – કોંગ્રેસ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ કોંગ્રેસ દ્વારા ઘણા સમયથી તૈયારીઓ કરી લેવામાં આવી હતી. કિસાન યાત્રા અને જન આક્રોશ યાત્રા લઈ લોકોની વચ્ચે ગયા હતા. આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અમારા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા કરી હતી તેની બેઠક કરવામાં આવી છે. 4 તારીખથી ચૂંટણી સમીક્ષાની બેઠક મળશે. 5 તારીખથી ઉમેદવારોના નામની જાહેરાતો કરવામાં આવશે. શહેર અને જિલ્લા ચૂંટણી સમિતિ દ્વારા દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. યુવાનોને ચૂંટણીમાં તક આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પછી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ યોજાતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *