આ Toothpaste વાપરી તો દાંત ચમકશે નહીં બોખા થઈ જશો ! ફેક્ટરી પર દરોડા

Spread the love
દિલ્લીમાં નકલી Toothpaste ફેક્ટરીનો પર્દાફાશ!
ખંઝાવલામાં સેન્સોડાઈન બ્રાન્ડના નામે ચાલતું રેકેટ
પોલીસે હજારો નકલી ટ્યુબ અને મશીનો કર્યા જપ્ત
મુખ્ય સૂત્રધાર હરિઓમ મિશ્રાની સ્થળ પરથી ધરપકડ
હલકી ગુણવત્તાનું પેસ્ટ ભરી બજારમાં વેચાણ થતું હતું
ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર નેટવર્ક શોધી કાઢવા તપાસ તેજ કરી

Delhi માં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે (Delhi Police Crime Branch) ખંઝાવલા વિસ્તારમાં દરોડા પાડીને નકલી ટૂથપેસ્ટ બનાવતી એક વિશાળ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડ સેન્સોડાઈન (Sensodyne) ના નામે નકલી અને હલકી ગુણવત્તાની ટૂથપેસ્ટ તૈયાર કરી બજારમાં વેચવામાં આવતી હતી.

 

પોલીસને 2 એપ્રિલના રોજ ગુપ્ત બાતમી મળી હતી કે મહાવીર વિહાર (Mahavir Vihar) વિસ્તારમાં એક ભાડાના ગોડાઉનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે જ્યારે ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યું ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. ગોડાઉનમાં અદ્યતન પેકિંગ મશીનો (Packing Machines) અને મિશ્રણ તૈયાર કરવાના સાધનો ગોઠવાયેલા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફેક્ટરીનો સંચાલક હરિઓમ મિશ્રા (Hariom Mishra) આ આખા નેટવર્કનો માસ્ટરમાઈન્ડ હતો, જેની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે.

Delhi માં કેવી રીતે ચાલતું હતું આખું કૌભાંડ?

 

પોલીસ દરોડા વખતે ફેક્ટરીમાં અડધો ડઝન જેટલા મજૂરો હાજર હતા, જેઓ મશીનની મદદથી ખાલી ટ્યુબમાં હલકી ગુણવત્તાનું પેસ્ટ ભરી રહ્યા હતા. આ નકલી ટ્યુબ પર હૂબહૂ અસલી સેન્સોડાઈન જેવું જ પેકિંગ અને લોગો લગાવવામાં આવતો હતો, જેથી સામાન્ય ગ્રાહક છેતરાઈ જાય. પોલીસે ત્યાંથી હજારોની સંખ્યામાં ખાલી ટ્યુબ, તૈયાર પેકિંગ મટીરીયલ અને મોટી માત્રામાં કેમિકલયુક્ત નકલી પેસ્ટ જપ્ત કર્યું છે.

 

સ્વાસ્થ્ય માટે ગંભીર આ Toothpaste

 

આરોપી હરિઓમ મિશ્રાએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તે ઓછા ખર્ચે નકલી માલ તૈયાર કરીને બજારમાં અસલીના ભાવે વેચતો હતો. નિષ્ણાતોના મતે, આવી નકલી ટૂથપેસ્ટમાં વપરાતા જોખમી કેમિકલ્સ મોઢાના કેન્સર કે પેઢાની ગંભીર બીમારીઓ (Oral Diseases) નોતરી શકે છે. દિલ્હી પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે અને આ માલ કયા કયા વેપારીઓને સપ્લાય કરવામાં આવ્યો હતો તેની શોધખોળ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *