
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પોતાના એક્સ (Twitter) એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ ધમકી આપી છે.
કયા-કયા દેશ પર જોખમ?
ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈઝરાયેલ-અમેરિકાએ અમારા બુશેહર ન્યુક્લિયર પ્લાન્ટ પર અત્યાર સુધીમાં ચાર વખત બોમ્બમારો કર્યો છે. જો તેનાથી રેડિયો-એક્ટિવ ફોલઆઉટ (વિકિરણનો ફેલાવો) થશે, તો તે તેહરાનને નહીં પરંતુ GCC દેશોની રાજધાનીઓ (સાઉદી અરેબિયા, UAE, કુવૈત, બહેરીન, કતાર, ઓમાન) માં જીવન સમાપ્ત કરી દેશે.
ઈઝરાયેલ અને અમેરિકાએ શનિવારે ઈરાન પર આ હુમલો ત્યારે કર્યો, જ્યારે છેલ્લા 24 કલાકમાં ઈરાને અમેરિકાના 2 ફાઈટર જેટ, એક મોટું A-10 એરક્રાફ્ટ, અનેક હેલિકોપ્ટર, 2 MQ-9 ડ્રોન અને અમેરિકાની અનેક ક્રૂઝ મિસાઈલો તોડી પાડી હતી. આનાથી ઉશ્કેરાયેલા ઈઝરાયેલ અને અમેરિકાએ બુશેહર પરમાણુ કેન્દ્ર પર ચોથી વખત હુમલો કર્યો.
ઈરાને પશ્ચિમી દેશોને પણ અરીસો બતાવ્યો
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પોતાની પોસ્ટ દ્વારા પશ્ચિમી દેશોને પણ અરીસો બતાવ્યો હતો. તેમણે લખ્યું કે, ‘પશ્ચિમી દેશોએ યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાસે શત્રુતાપૂર્ણ પ્રવૃત્તિઓ પર જે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તે યાદ છે ને? ઈઝરાયેલ-અમેરિકાએ અમારા બુશેહર ન્યુક્લિયર પ્લાન્ટ પર અત્યાર સુધીમાં ચાર વખત બોમ્બમારો કર્યો છે. રેડિયોએક્ટિવ ફોલઆઉટ (વિકિરણનો ફેલાવો) તેહરાનને નહીં પરંતુ GCC દેશોની રાજધાનીઓમાં જીવન સમાપ્ત કરી દેશે. અમારા પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ પરના હુમલા પણ તેમના વાસ્તવિક ઉદ્દેશ્યોને સ્પષ્ટપણે જણાવી રહ્યા છે.’
યુદ્ધના અંત માટે કાયમી ઉકેલની અપીલ
અબ્બાસ અરાગચીએ આ દરમિયાન એમ પણ કહ્યું કે, ઈરાન પર યુદ્ધ થોપવામાં આવ્યું છે. તેઓ આનો કાયમી ઉકેલ ઈચ્છે છે. તેમણે કહ્યું કે, કામચલાઉ ઉકેલનો કોઈ અર્થ નથી.