મહાનગરપાલિકાઓની ચૂંટણી: ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરવા તત્પર, 5 કે 6 એપ્રિલ પહેલાં મોટી જાહેરાત સંભવ

Spread the love
ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાવાનું છે, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 એપ્રિલથી શરૂ થવાની છે.

તેને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી દીધી છે. તાજા અહેવાલો મુજબ, ભાજપે “સેન્સ” પ્રક્રિયા અને આંતરિક ચર્ચાઓ પૂર્ણ કરી છે અને હવે ઉમેદવારોની યાદી જાહેર કરવાની તૈયારીમાં છે.

6 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના શરુ થઈ જશે. તેથી ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી 5 કે 6 એપ્રિલ પહેલા અથવા તેનાં આસપાસ જાહેર થવાની શક્યતા ખૂબ જ વધારે છે પાર્ટી નવી પેઢીને તક આપવા માટે 60 વર્ષથી વધુ વયના અને સંબંધવાદ ટાળવાની નીતિ અપનાવી રહી છે

 

બીજી તરફ, રાજ્યભરમાં ભાજપમાં ટિકિટ માટે ભારે દાવેદારી જોવા મળી રહી છે, ખાસ કરીને સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં હજારો કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે.

 

ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરવા માટે આખરી તબક્કામાં છે અને સંભાવના છે કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં (5-6 એપ્રિલ આસપાસ) યાદી જાહેર થઈ જશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *