રાજકોટ: લોક ડાયરામાં અનોખો નજારો, સોનાની નોટોનો થયો વરસાદ! Video

Spread the love

રાજકોટ: સોના-ચાંદીના વધતા ભાવ વચ્ચે સોનાની નોટનો વરસાદ થાય તો! જી હા, રાજકોટના જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામમાં યોજાયેલા લોક ડાયરામાં અનોખો નજારો જોવા મળ્યો હતો. જ્યાં જોટંગીયા પરિવાર દ્વારા સુરાપુરા આણંદ બાપાના 49મા તિથિ મહોત્સવ નિમિત્તે સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

લોકગાયક ઉમેશ બારોટ, રાજદાન ગઢવી અને પૂનમ ગઢવીની રજૂઆત દરમિયાન આ સોનાની નોટનો વરસાદ થયો હતો.

પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગીયાએ ડોલર કે સામાન્ય ચલણી નોટોના બદલે સોનાની નોટો ઉડાવી અનોખી પરંપરા રજૂ કરી હતી.

આ ડાયરામાં એકત્ર થયેલી રકમ નિર્માણ પામી રહેલા આણંદ બાપા આશ્રમ માટે વાપરવામાં આવશે તેવી જાહેરાત સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.

 

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ડાયરા કે તિથિ મહોત્સવમાં નોટનો વરસાદ કરવાની પરંપરા છે. જ્યારે સમયાંતરે લોકો ડોલરથી પણ ગાયકોના વધામણાં કરતા હોય છે ત્યારે આ પ્રસંગે યોજાયેલા લોક ડાયરામાં લોક ગાયકો પર જોટંગીયા પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગીયાએ સોનાની નોટનો વરસાદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *